પોસ્ટ ઓફિસ પોતાના ગ્રાહકોને લઇને અલગ અલગ બચત અને સુરક્ષિત રોકાણ માટે વિવિધ યોજના ચલાવે છે. જેમાંથી એક છે સ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમ. જેમાં એકવાર રોકાણ કરવા પર તમે સારુ વ્યાજ મેળવી શકો છો.
જો તમે રોકાણ કરવા માગતા હોવ તો પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ તેમના પ્રભાવશાળી વળતરને કારણે ખૂબ લોકપ્રિય છે. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમ (PO TD સ્કીમ) છે. જેમાં રોકાણકારો તેમની સુવિધાના આધારે એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ અથવા પાંચ વર્ષ માટે એકસાથે રોકાણ કરી શકે છે. સરકાર વિવિધ મુદત માટે ખોલવામાં આવેલા ખાતાઓ માટેના વ્યાજદર પણ અલગ અલગ હોય છે. જેમ કે 1-વર્ષની ટાઈમ ડિપોઝિટ 6.9%, 2-વર્ષના રોકાણ 7.1%, 3-વર્ષના રોકાણ 7.5% અને 5-વર્ષના રોકાણ 7.5% કમાય છે.

આ સરકારી યોજનામાં રોકાણ કરવાથી ફક્ત વ્યાજથી 2 લાખ રૂપિયાથી વધુ કેવી રીતે કમાઈ શકાય છે તે વિશે વાત કરીએ તો, તમારે વધુમાં વધુ 5 વર્ષ માટે એક સાથે રોકાણ કરવાની જરૂર પડશે. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને જો તમે પાંચ વર્ષ માટે તમારા ખાતામાં 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો આ સમયગાળા દરમિયાન 7.5% ના વ્યાજ દરે, તમને પાકતી મુદત પર કુલ 6,52,477 રૂપિયા મળશે.
ખાસ વાત એ છે કે પાકતી મુદત પર તમને મળતી રકમમાં ફક્ત 2,02,477 રૂપિયાનું વ્યાજ હશે. , જો તમે પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં પાંચ વર્ષ માટે માત્ર 2.5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને સીધા 1,12,487 રૂપિયા મળશે.
રોકાણકારો પાસે તેમની સુવિધા મુજબ કાર્યકાળ અને રકમ સેટ કરવાનો વિકલ્પ છે અને રોકાણ અને રકમના આધારે વ્યાજ ચૂકવવામાં આવે છે. જો તમે ફક્ત ત્રણ વર્ષમાં 2 લાખ રૂપિયાની વ્યાજ આવક મેળવવા માંગતા હો, તો તમારે આ સમયગાળા માટે 10 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આમ ત્રણ વર્ષ માટે 7.1% ના નિશ્ચિત દરે, તમારું વ્યાજ 2,35,075 રૂપિયા થશે, જેનાથી કુલ ભંડોળ 12,35,075 રૂપિયા થશે.
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ યોજના માત્ર મજબૂત વ્યાજ કમાણી જ નહીં, પરંતુ અન્ય અનેક રોકાણ લાભો પણ પ્રદાન કરે છે. સૌથી અગત્યનું, તે કર મુક્તિ આપે છે. આ સરકારી યોજના રોકાણકારોને આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 80C હેઠળ કર લાભો પ્રદાન કરે છે. રોકાણ ઓછામાં ઓછા ₹1,000 થી શરૂ થઈ શકે છે, અને સિંગલ અથવા સંયુક્ત ખાતું ખોલવાનો વિકલ્પ છે. તમે આ યોજનામાં ગમે તેટલું રોકાણ કરી શકો છો, એટલે કે મહત્તમ મર્યાદા નથી. તમે જેટલું વધુ રોકાણ કરશો, તેટલું વધારે વળતર મળશે.
સરકાર પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત બચત યોજનાઓમાં રોકાણની સલામતીની ખાતરી આપે છે, પરંતુ સરકાર ત્રિમાસિક ધોરણે તેમના વ્યાજ દરોમાં પણ સુધારો કરે છે. હા, પોસ્ટ ઓફિસ યોજનાઓના વ્યાજ દરો સમીક્ષા પછી દર ત્રણ મહિને સુધારવામાં આવે છે. આ નિર્ણયો નાણા મંત્રાલય દ્વારા લેવામાં આવે છે.


