E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeIndiaPunjab: પંજાબના આ ત્રણ શહેરમાં મીટ, દારૂ અને તમાકુ પર પ્રતિબંધ, સરકારે...

Punjab: પંજાબના આ ત્રણ શહેરમાં મીટ, દારૂ અને તમાકુ પર પ્રતિબંધ, સરકારે આપ્યો પવિત્ર શહેરનો દરજ્જો

અમૃતસર વોલડ સિટી, તલવંડી સાબો અને શ્રી આનંદપુર સાહિબમાં માંસ, દારૂ અને તમાકુ અને અન્ય નશીલા પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પંજાબ સરકારે આ ત્રણ શહેરોને પવિત્ર શહેરનો દરજ્જો આપ્યો છે.અમૃતસર વોલડ સિટી, તલવંડી સાબો અને શ્રી આનંદપુર સાહિબમાં માંસ, દારૂ અને તમાકુ અને અન્ય નશીલા પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પંજાબ સરકારે આ ત્રણ શહેરોને પવિત્ર શહેરનો દરજ્જો આપ્યો છે.

મુખ્યમંત્રી ભગવંત સિંહ માને રવિવારે એક વીડિયો મેસેજમાં તેનું એલાન કર્યુ હતુ. ગયા મહિને શ્રી આનંદપુર સાહિબમાં પંજાબ વિધાનસભાનું એક વિશેષ સત્ર આયોજિત કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન સર્વસંમતિથી એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.આ ખાસ સત્ર ગુરુ તેગ બહાદુરની ૩૫૦મી શહીદી જયંતિ નિમિત્તે બોલાવવામાં આવ્યું હતું. ત્યારબાદ 15 ડિસેમ્બરના રોજ, રાજ્ય સરકારે રૂપનગર જિલ્લાના શ્રી આનંદપુર સાહિબ, ભટિંડાના તલવંડી સાબો અને અમૃતસરના સુવર્ણ મંદિરની આસપાસના ‘કોરિડોર’ વિસ્તારને ‘પવિત્ર શહેર’નો દરજ્જો આપતું જાહેરનામું બહાર પાડ્યું.

તેમના વીડિયો સંદેશમાં, સીએમ માનએ કહ્યું કે શીખોના પાંચ ‘તખ્ત’ છે, જેમાંથી ત્રણ શ્રી અકાલ તખ્ત સાહિબ (અમૃતસર), શ્રી દમદમા સાહિબ (તલવંડી સાબો, ભટિંડા) અને તખ્ત શ્રી કેશગઢ સાહિબ (શ્રી આનંદપુર સાહિબ) – પંજાબમાં છે.તેમણે કહ્યુ કે પંજાબ સરકાર ઇ રિક્શા, મિની બસ, શટલ બસ અને અન્ય પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ સહિત દરેક જરૂરી વ્યવસ્થાઓ કરશે અને સુવિધાઓની વ્યવસ્થા કરશે.

મુખ્યમંત્રીએ કહ્યુ કે પવિત્ર શહેરમાં હવે કડક નિયમ લાગુ થશે, સાથે જ તેમણે કહ્યુ કે માંસ, દારૂ, તમાકુ અને કોઇ પણ નશીલા પદાર્થના વેચાણ પર પૂરી રીતે પ્રતિબંધ છે. તેમણે આશ્વાસન આપ્યુ છે કે શહેરોના ઉચિત વિકાસ થશે. સીએમ માને કહ્યુ કે આ શહેર ન માત્ર ધાર્મિક કેન્દ્ર છે પરંતુ અમારી સાંસ્કૃતિક વિરાસતનું એક મહત્વનું પ્રતીક પણ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments