ડભોઇ ની નર્મદા કેનાલમાં મોટું ગાબડું: લાખો લિટર પાણીનો વ્યય, તંત્રની ઘોર બેદરકારી સામે ખેડૂતોમાં રોષ ડભોઇ તાલુકાના થરવાસા ચોકડી પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં લાંબા સમયથી પડેલું ‘ગાબડું’ હવે ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યું છે. હાલ કેનાલમાં પાણી છોડવામાં આવતા, આ ગાબડામાંથી લાખો લિટર પાણી લીકેજ થઈને વેડફાઈ રહ્યું છે. એક તરફ છેવાડાના ખેડૂતો પાણી માટે વલખાં મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ નર્મદા નિગમની આળસને કારણે કિંમતી પાણીનો બગાડ થઈ રહ્યો છે.તંત્રની ઉદાસીનતા: ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ ગાબડું ઘણા સમયથી પડેલું છે. તંત્રને જાણ હોવા છતાં સમયસર સમારકામ કરવામાં આવ્યું નથી.પાણીનો વ્યય: કેનાલમાં પાણીનો પ્રવાહ શરૂ થતા જ ગાબડામાંથી પાણી બહાર વહી રહ્યું છે, જેના કારણે કેનાલનું પ્રેસર ઘટી રહ્યું છે અને પાણી છેવાડાના ખેતરો સુધી પહોંચતું નથી.ખેડૂતોની બેવડી માર: આ વર્ષે કમોસમી વરસાદને કારણે ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે. હવે જો શિયાળુ અને ઉનાળુ પાક માટે પૂરતું પાણી નહીં મળે, તો ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ કફોડી બનશે.

ખેડૂતોની માંગણી સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમની માંગ છે કે:નર્મદા નિગમના અધિકારીઓ તાત્કાલિક સ્થળ મુલાકાત લે યુદ્ધના ધોરણે કેનાલનું સમારકામ કરી ગાબડું પૂરવામાં આવે.પાણીનો વ્યય અટકાવી છેવાડાના ખેડૂતોને સિંચાઈનું પાણી સુનિશ્ચિત કરવામાં આવે.”જો વહેલી તકે આ ગાબડું પૂરવામાં નહીં આવે, તો આગામી રવિ અને ઉનાળુ સીઝન નિષ્ફળ જવાની ભીતિ છે. સરકાર એક તરફ ખેડૂત હિતની વાતો કરે છે, ત્યારે બીજી તરફ અધિકારીઓની આવી બેદરકારી ખેડૂતોને પાયમાલ કરી રહી છે સ્થાનિક ખેડૂત તમારા માટે આગળનું પગલું.
Reporter : ફકીરા ખત્રી ડભોઈ


