ડભોઈ: તલાવપુરા બગીચા પાસે MGVCL ના ટ્રાન્સફોર્મરમાં આગથી અફરાતફરી, મોટી હોનારતની ભીતિ ડભોઈ શહેરના તલાવપુરા વિસ્તારમાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા બગીચાની બિલકુલ નજીક આવેલા MGVCL ના મોટા વીજ ટ્રાન્સફોર્મર (DP) માં અચાનક આગ ફાટી નીકળતા સ્થાનિકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તંત્રની ઘોર બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે.સલામતીના અભાવે જોખમમાં બાળકોનું જીવન ડભોઇ શહેર
તલાવપુરા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા બાળકો માટે નાનો બગીચો બનાવવામાં આવ્યો છે. આ બગીચાની અડીને જ MGVCL નું હાઈ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર આવેલું છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ ટ્રાન્સફોર્મરની આસપાસ કોઈ પણ પ્રકારની સેફ્ટી રેલિંગ કે ફેન્સિંગ કરવામાં આવી નથી.

બગીચો હોવાથી અહીં દિવસભર નાના બાળકો રમતા હોય છે.ખુલ્લા વાયરો અને ટ્રાન્સફોર્મર ગમે ત્યારે મોટી હોનારતને આમંત્રણ આપી શકે છે મૂંગા પશુઓ બની રહ્યા છે ભોગ સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અહીં અવારનવાર વીજ કરંટ લાગવાની ઘટનાઓ બને છે. રખડતા મૂંગા પશુઓ ઘણીવાર આ ખુલ્લા ટ્રાન્સફોર્મરની ઝપેટે આવી જાય છે અને વીજ કરંટ લાગવાથી મોતના મુખમાં ધકેલાય છે. આજે લાગેલી આગ જો વિકરાળ સ્વરૂપ ધારણ કરત તો રમતા બાળકો પણ તેની લપેટમાં આવી શક્યા હોત રહીશોની ઉગ્ર માંગ કોઈ બાળકનો જીવ જશે તો જવાબદાર કોણ
વિસ્તારના રહીશોમાં MGVCL ના અધિકારીઓ સામે ભારે આક્રોશ છે. લોકોનો પ્રશ્ન છે કે જો કોઈ બાળકની જિંદગી જોખમાશે તો તેની જવાબદારી કોણ લેશે સ્થાનિકોએ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે ટ્રાન્સફોર્મરની આસપાસ મજબૂત લોખંડની રેલિંગ લગાવવામાં આવે.વીજ વાયરોનું યોગ્ય મેઈન્ટેનન્સ કરવામાં આવે જેથી શોર્ટ સર્કિટ અટકાવી શકાય બાળકોની સુરક્ષા માટે બગીચા અને ટ્રાન્સફોર્મર વચ્ચે સુરક્ષિત અંતર રાખવામાં આવે.જો વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે.
Reporter : ફકીરા ખત્રી ડભોઈ


