E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeUncategorizedGujarat : ભાજપા સરકાર - મોદી સરકારમાં દીર્ઘદૃષ્ટિનો અભાવ, નવી યોજના પ્રત્યે...

Gujarat : ભાજપા સરકાર – મોદી સરકારમાં દીર્ઘદૃષ્ટિનો અભાવ, નવી યોજના પ્રત્યે ઉદાસીનતા હોવાથી કોંગ્રેસ શાસનની યોજનાઓના નામ બદલીને રાજનિતિ કરી રહી છે.

૨૦૧૪ ચૂંટણી પહેલા મોટી મોટી GAME CHANGER – ગેમ ચેન્જર (બદલાવ)ની વાતો કરતી મોદી સરકારની NAME CHANGER – નેમ ચેન્જર ની હકીકતોનો પર્દાફાશ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ૨૦૧૪ની ચૂંટણી પહેલા મોટી-મોટી ‘ગેમ ચેન્જર’ (બદલાવ)ની વાતો કરતી મોદી સરકાર હવે ‘નેમ ચેન્જર’ તરીકેની હકીકતમાં પરિવર્તિત થઈ ગઈ છે. છેલ્લા ૧૧ વર્ષમાં મોદી સરકારની આ માનસિકતા સ્પષ્ટપણે ઉજાગર થઈ છે, જેમાં તેઓ કોંગ્રેસ શાસન દરમિયાન શરૂ કરાયેલી જનતાલક્ષી યોજનાઓના નામ બદલીને પોતાનો શ્રેય લેવાના પ્રયાસો કરી રહ્યા છે.


કોંગ્રેસ પાર્ટીએ હંમેશા સામાજિક ન્યાય, દેશના કલ્યાણ અને ભારતના ભવિષ્યને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓ શરૂ કરી છે, જે લાંબા ગાળાની પ્રગતિ માટે માઈલસ્ટોન સાબિત થઈ છે અને દેશના નાગરિકોને વ્યાપક લાભ આપી રહી છે. જોકે, ભાજપા સરકારમાં દીર્ઘદૃષ્ટિનો અભાવ અને નવી યોજનાઓ પ્રત્યે ઉદાસીન વલણને કારણે તેઓ કોંગ્રેસની યોજનાઓના નામ બદલીને માત્ર રાજનીતિ કરી રહ્યા છે. કોંગ્રેસ શાસનમાં શરૂ થયેલી ૩૦થી વધુ જનતાલક્ષી યોજનાઓના નામ બદલીને મોદી સરકારે પોતાને ‘નેમ ચેન્જર’ તરીકેની સિદ્ધિ મેળવી છે.
તાજેતરના ઉદાહરણ તરીકે, ડિસેમ્બર ૨૦૨૪માં મોદી સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા)નું નામ બદલીને ‘વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)’ કરવા માટેનું બિલ મંજૂર કર્યું છે. આ ૨૦૧૪ પછીની લાંબી શ્રેણીમાં સમાવિષ્ટ છે, જેમાં ૩૦થી વધુ કલ્યાણકારી કાર્યક્રમોના નામ બદલાયા છે. કોંગ્રેસે ૧૯૭૫થી ૨૦૧૩ વચ્ચે શરૂ કરેલી ૩૨ યોજનાઓના નામોને પણ આ રીતે બદલી નાખવામાં આવ્યા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ વધુમાં જણાવ્યું કે, મોદી સરકાર એક તરફ ગાંધીજીનું સન્માન કરવાના દાવા કરે છે, પરંતુ બીજી તરફ યોજનાના નામમાંથી મહાત્મા ગાંધીને દૂર કરવામાં તેમને કોઈ વાંધો નથી. મનરેગા જેવી ઐતિહાસિક રોજગાર યોજનાનું માત્ર નામ જ નહીં, પરંતુ આ કાર્યક્રમને સમાપ્ત કરવાનું ભાજપા-આરએસએસનું ષડયંત્ર છે. આરએસએસની શતાબ્દી વર્ષમાં ગાંધીજીનું નામ ભૂંસી નાખવું એ દર્શાવે છે કે વિદેશી ધરતી પર પૂ. બાપુને ફૂલ અર્પણ કરનારા કેટલા ખોખલા છે. મોદી સરકાર ગરીબીમાં જીવતા લોકોના અધિકારોની ગેરંટી આપતી યોજનાઓ પર સતત હુમલા કરી રહી છે. મોદી સરકારની ‘નેમ ચેન્જર’ માનસિકતા કોંગ્રેસની જનતાલક્ષી યોજનાઓના નામ બદલીને રાજનીતિ કરવાનું ષડયંત્ર કરી રહી છે. કોંગ્રેસ વિરુદ્ધ સતત આક્ષેપો કરવા છતાં, તમામ મુખ્ય યોજનાઓ કોંગ્રેસની જ છે. મનરેગાનું નામ બદલીને મહાત્મા ગાંધીનું અપમાન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે હંમેશા ગરીબ, સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટે યોજનાઓ લાવી છે, જ્યારે મોદી સરકારે માત્ર નામ અને ફોટા બદલ્યા છે. ગુજરાતમાં પણ વી.એસ. હોસ્પિટલ, સ્ટેડિયમ કે આશ્રમ જેવી જગ્યાઓના નામ બદલાયા છે. શિક્ષણ ક્ષેત્રમાં પણ ભાજપા સરકારે યુવાનોનું શિક્ષણ છીનવી લીધું છે.
મોદી સરકારની આ ‘નેમ ચેન્જર’ નીતિને કારણે યોજનાઓના નામ બદલવા અને તેની જાહેરાતો પાછળ કરોડો રૂપિયા ખર્ચાશે, જેમાં અંદાજે ૫૦૦૦ કરોડ રૂપિયા સરકારી તિજોરીમાંથી એટલે કે પ્રજાના પૈસામાંથી વેડફાશે. આ પ્રકારની રાજનીતિ દેશની પ્રગતિને અવરોધે છે અને જનતાના હિતોને અવગણે છે. કોંગ્રેસ પાર્ટી આવા ષડયંત્રોનો વિરોધ કરશે અને જનતાના અધિકારોની રક્ષા માટે સતત સંઘર્ષ કરશે.

કોંગ્રેસ શાસનની યોજના
નામ બદલ્યા
નિર્મલ ભારત અભિયાન સ્વચ્છ ભારત અભિયાન
નેશનલ મેન્યુફેક્ચરિંગ પોલિસી મેક ઈન ઈન્ડિયા
નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે પ્રોગ્રામ્સ બેટી બચાવો બેટી પઢાઓ યોજના
રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના
સ્વાવલંબન યોજના અટલ પેન્શન યોજના
નેશનલ ઈ-ગવર્નન્સ પ્લાન ડિજિટલ ઈન્ડિયા
જવાહરલાલ નહેરૂ નેશનલ અર્બન રિન્યુઅલ મિશન AMRUT
રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના પરંપરાગત કૃષિ વિકાસ યોજના
યુનિવર્સલ ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામ મિશન ઈન્દ્રધનુષ
નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સ્કિલ ઈન્ડિયા
નેશનલ પ્રોજેક્ટ ઓન સોઈલ હેલ્થ એન્ડ ફર્ટિલિટી સોઈલ હેલ્થ કાર્ડ સ્કીમ
ડાયરેક્ટ બેનિફિટ્સ ટ્રાન્સફોર LPG PAHAL
નેશનલ ઓપ્ટિક ફાઈબર નેટવર્ક ભારતનેટ
ત્વરિત સિંચાઈ લાભ કાર્યક્રમ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના
ઈન્દિરા આવાસ યોજના પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના
રાજીવ આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)
ઈન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના
બીપીએલ પરિવારોને મફત એલપીજી કનેક્શન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના
જન ઔષધિ યોજના પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્યા
રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન દીન દયાળ અંત્યોદય યોજના NULM
આમ આદમી વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
હેરિટેજ એરિયાનો વિકાસ HRIDAY
નેશનલ મેરીટાઈમ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ સાગરમાલા
ICDS સર્વિસિસ POSHAN અભિયાન
બેઝિક સેવિંગ્સ બેન્ક ડિપોઝીટ એકાઉન્ટ પ્રધાનમંત્રી જન ધન યોજના
સંશોધિત રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના
મહાત્મા ગાંધી NAREGA VB-G રામ G

(ડૉ. મનિષ એમ. દોશી)
મીડિયા કન્વીનર અને પ્રવક્તા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments