કેબિનેટ બેઠકમાં દિલ્હી મેટ્રોના વિસ્તારને મંજૂરી આપવામાં આવી છે. જેના માટે 12,015 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ચીન અને અમેરિકા બાદ ભારતમાં મેટ્રોનું સૌથી મોટું નેટવર્ક છે.
મોદી સરકારે દિલ્હી વાસીઓને ખુશીના સમાચાર આપ્યા છે. મોદી કેબિનેટની આજે બેઠક યોજાઈ હતી, જેમાં ઘણા મોટા નિર્ણય લેવામાં આવ્યા છે, જેને લઈને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાણકારી આપી છે. તેમને કહ્યું કે કેબિનેટ બેઠકમાં દિલ્હી મેટ્રોના વિસ્તારને મંજૂરી આપવામાં આવી છે. જેના માટે 12,015 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ચીન અને અમેરિકા બાદ ભારતમાં મેટ્રોનું સૌથી મોટું નેટવર્ક છે. દેશમાં મેટ્રોમાં દરરોજ 1.15 કરોડ લોકો મુસાફરી કરી છે.
આ યોજનાથી પર્યાવરણને સૌથી મોટો લાભ થશે. સરકાર મુજબ વાર્ષિક 33,000 ટન કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનમાં ઘટાડો થશે. તેનાથી કર્તવ્ય ભવન અને કેન્દ્રીય કર્મચારીઓને સીધો લાભ થશે. આ ફેઝની સૌથી મોટી વિશેષતા એ છે કે આ કોરિડોર કર્તવ્ય ભવનને મેટ્રો નેટવર્કથી સીધી જોડશે. તેનાથી કેન્દ્ર સરકારના લગભગ 60,000 કર્મચારીઓ અને પ્રતિ દિવસ અવરજવર કરનારા 2 લાખ લોકોને સીધો ફાયદો થશે.

આ નવો કોરિડોર મેજેન્ટા લાઈનના વિસ્તાર તરીકે વિકસિત થશે. જે આર કે આશ્રમથી ઈન્દ્રપ્રસ્થ સુધી જશે. જે સ્ટેશનને આ વિસ્તારમાં સામેલ કરવામાં આવ્યા છે, તેમાં આરકે આશ્રમ, શિવાજી સ્ટેડિયમ, સેન્ટ્રલ સેક્રેટેરિયટ, કર્તવ્ય ભવન, ઈન્ડિયા ગેટ, વોર મેમોરિયલ, ભારત મંડપમ અને ઈન્દ્રપ્રસ્થ મુખ્ય છે. આ કોરિડોર ડાયરેકટ્ર કર્તવ્ય ભવનો સાથે જોડાશે. જેનાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોટી સુવિધાઓ મળશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં દિલ્હી મેટ્રો પ્રતિ દિવસ લગભગ 65 લાખ મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચાડે છે અને તેનું હાલનું નેટવર્ક 395 કિલોમીટરમાં ફેલાયેલું છે. 16 કિલોમીટરના આ નવા વિસ્તાર બાદ મેટ્રો ના માત્ર દિલ્હીના આંતરિક ભાગ પણ NCRના સંપર્કને પણ વધારે મજબૂત બનાવશે.


