E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : જસમતપુરની કેનાલમાં 27 દિવસ બાદ પિતાનો મૃતદેહ મળ્યો

Gujarat : જસમતપુરની કેનાલમાં 27 દિવસ બાદ પિતાનો મૃતદેહ મળ્યો

ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે ગત તારીખ ૨૭ નવેમ્બરના રોજ ૩૫ વર્ષના મહેશભાઈ દાદરેસા (ઠાકોર) ઘર કંકાશ કારણે પોતાના ૦૯ વર્ષના પુત્ર દેવરાજને સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. જે બનાવ અંગે આસપાસની વાડીમાં કામ કરતા મજૂરોને જાણ થતા તાત્કાલિક આ મામલે ગ્રામજનો અને પોલીસને જાણ કરી હતી.

સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને પિતા પુત્રના મૃતદેહને બહાર કાઢવા માટે ફાયરની ટીમની મદદથી કામગીરી શરૃ કરી હતી. જેમાં ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાની ટીમે શોધખોળ હાથ ધરી હતી પરંતુ પિતા પુત્રનો કોઈ જ પતો નહી લાગતા અંતે એનડીઆરએફ ટીમ દ્વારા પણ શોધખોળ કરવા છતાં પિતા અને પુત્રનો મૃતદેહ મળી આવ્યો ન હતો. ત્યારે આ ઘટનાના ૨૭ દિવસ બાદ મંગળવારે સવારના સમયે અચાનક નર્મદા કેનાલના નાળામાં પિતાનો મૃતદેહ તરતો નજરે પડતા ગ્રામજનોએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી જેથી કોહવાઈ ગયેલ હાલતમાં પિતા મહેશભાઈ દાદરેસા દ્વારા મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે લઈ જવાની તજવીજ હાથ ધરી હતી તેમજ હજુ કેનાલમાં લાપતા પુત્રના મૃતદેહની ફરીથી શોધખોળ શરૃ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments