અમરેલી જિલ્લા ના ખાંભા તાલુકા ના કાંટારા ગીરની કેસર કેરી આજે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ૧૦ કિલોનું બોક્ષ આવતા તેની જાહેર હરાજી થતાં એક કોલોની રૂપિયા ૧૧૫૧ બોલાઈ બોલી હતી અને જયેશભાઈ ફુવારા એ ખરીદ કરી અને યુકે મોકલાવી છે
પોરબંદર જિલ્લા ના રાણાવાવ તાલુકા હનુમાન ગઢ ગામેથી પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં પહેલા કેસર કેરી નું આગમન થયુ હતું

ગત શિયાળાની જેમ આ શિયાળે પણ પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીનું આગમ છેલ્લા ૧૫ દિવસમાં ત્રીજી વખત થઈ ચૂક્યું છે અને આજે એક કિલોના ૧૧૫૧ લેખે દસ કિલોના બોકસની હરરાજી કરવામાં આવી હતી. ત્યારે આજે અમરેલી જિલ્લા ના ખાંભા તાલુકાના કાંટારા ગીરના ગામની કેસર કેરીના એક બોક્સ ની હરાજી અર્થે આવ્યા હતા.
પોરબંદરના બરડા પંથકમાં તેમજ બીલેશ્વર અને હનુમાગઢ પંથક સહિત બરડા વિસ્તારમાં ખૂબ મોટી માત્રામાં આંબાનું વાવેતર થયુ હોવાથી વિપુલ માત્રામાં કેરીનો પાક ઉતરે છે. અને ખેડૂતો પાસેથી ઇજારેદાર આખા વર્ષનો આંબાની કેસિનો ઇજારો લઈ લેતા હોય છે તો હવે અમરેલી જિલ્લા અને ગીર પંથક માંથી પણ કેસર કેરીનું આગમન મહાત્મા ગાંધી ના પોરબંદર ના માર્કેટિંગ યાર્ડમાં થઈ રહ્યું છે. આમ જોઈએ તો કેરી હંમેશા ઉનાળામાં અને જેઠ માસમાં મુખ્યત્વે બજારમાં આવતી હોય છે પણ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મીંગના કારણે તથા અન્ય કારણોસર શિયાળા દરમિયાન જ પોરબંદરના માર્કેટીંગ યાર્ડ ખાતે ફળોની રાણી કેરીની આવક થતા કેરીની હરરાજી થતી હોય છે ત્યારે આ વર્ષે રાણાવાવ તાલુકા ના હનુમાનગઢ ગામેથી, પહેલા આગમન થઈ ચૂકયુ છે. માર્કેટીંગ યાર્ડ ખાતેતા.૧૫/૧૨/ ૦૨૫ સોમવારના હનુમાનગઢથી ઇજારેદાર તરફથી લાવવામાં આવેલ કેસર કેરીના એક બોકસની હરરાજી થઈ હતી. માર્કેટીંગ યાર્ડના જાણીતા વેપારી સુદામા ફૂટ કંપનીવાળા નીતિન ભાઈ દાસાણી ને ત્યાં આ કેરી હરરાજી માટે લાવવામાં આવી હતી કેરીના આ બોકસની હરરાજીમાં કિલોનો ભાવ હરાજી થઈ ત્યારે શરૂમાં ૫૦૧ રૂા.થી શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે જાણીતા વેપારી સુદામા ફૂટ કંપનીવાળા નીતિન ભાઈ દાસાણીએ ગુલાબની પાંદડીઓ થી વધાવીને તથા મો મીઠું કરવા માટે પેંડા લાવીને કેરીનું આગમન થતા ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતુ. અત્યારે શિયાળાના પગરવામાં અને પોરબંદરમાં વી.વી.આઈ.પી. ગ્રાહકો માટે કેરી પૂરી પાડતા દિલીપભાઈ જેરામભાઈ મોડપર વાળા એ સૌથી વધુ બોલી કરીને કિલોના ૧૨૫૧ રૂા. જેવો ઉંચો ભાવ બોલીને ૧૨,૫૧૦ રૂા.માં કેરીનું બોકસ વેચાતુ લીધુ હતુ
ત્યાર બાદ ૧૮/૧૨/૨૦૧૫ ના ફરી પોરબંદર માર્કેટિંગ પાર્ડ ખાતે જાવંત્રી તાલાલા ગીરની કેસર કેરીના બે બોક્સ લઈને ખેડૂત ઇજારે દાર મુકેશભાઈ (શક્તિ) વાળા અને ભીખાભાઈ જાવંત્રી તાલાલાથી તેમના ઇજારા થી રાખેલ આંબાવાડીમાં બે બોક્સની કેરી ની આવક થતા તે લઈને પોરબંદર ના માર્ટિંગ યાર્ડ ના આજે જાણીતા વેપારી નીતિનભાઇ દેસાણી પાસે આવ્યા હતા અને તેની જાહેર હરાજી કરવામાં આવી હતી.
જાવંત્રી તાલાલા ગીરથી આવેલ કેસર કેરીનો ભાવ ૧ કિલોના ૭૧૧ છેલ્લી બોલીથી ગયો હતો અને બે બોક્સ કેરીનું રૂ.૧૬૨૨ માં વેચાણ થયું હતું. જે શાયરભાઈ જેન્તીભાઇ નાગકા વાળાએ ખરીદ કરીહતી.
આજે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ત્રીજી વખત અમરેલીના ખાંભાના કંટારા ગીરથી આવેલ કેસર કેરી અંગે જાણીતા વેપારી
નીતિનભાઈ દાસાણીએ જણાવ્યુ છેલ્લા ૧૫ દિવસ પહેલા “પોરબંદર ની આપણી માર્કેટ યાદ, આપણો બરડો” સુપર ડુપર..આપણી કેસર કરી” ની જેમ એક બોક્સની હરાજી રેકેડ ભાવથી થઈ હતી. અને આજે ખાંભાના કંટારા ગીર થી આવેલ કેરીના એક બોક્ષની હરાજી થઈ હતી જેના શરૂઆતમાં ૫૦૧ થી કોલોની બોલી બોલાઈ હતી. અને જાહેર હરાજીની શરૂઆત થઈ હતી અને છેલ્લે જયેશભાઈ કુવારાએ ૧૧૫૧ ના ભાવે કિલો ખરીદ કરી અને એક બોક્સ કેસર કેરીનું ખરીદ કરેલ . અને તે કેસર કરી તેઓને વિદેશ યુકે માં મોકલાવી હતી.
ચાલુ વર્ષે વર્ષે પણ આમ કેસર કેરીનું આગમન થતાં રેકોર્ડબ્રેક ભાવે કેરીની હરરાજી થતા ઈજારેદારને મોજ પડી ગઈ હતી
રિપોર્ટર:- વિરમભાઇ કે.આગઠ


