મહુવા પંથકના ભાદ્રોડથી સથરા સુધીના બિસ્માર રસ્તાને નવો બનાવવાની માંગણી સાથે કચેરીને તાળાબંધી કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

મહુવા તાલુકામાં ચોમાસાની સિઝન દરમિયાન મોટાભાગના રસ્તાઓને નુકસાન થતા બિસ્માર બન્યા છે. ભાદ્રોડથી સથરા વાયા ખાખીબાપુના આશ્રમ સુધીનો માર્ગ પણ ખખડધજ થઈ ગયો છે, ત્યારે આ માર્ગને ૧૫ દિવસમાં નવો બનાવવાની માંગણી કરાઈ છે. તરેડીના રસ્તા પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા હોય, રિપેરીંગ કરવ, તરેડી રોડ પર વેણ નામે ઓળખાતી નદી પર નવો પુલ બનાવવાની વર્ષોથી માંગ છે. રસ્તાઓ પર ગાંડા બાવળ ઉગી નીકળ્યાં છે. જેને દૂર કરવામાં આવે તેમજ નવા રસ્તા બનાવવા, રિપેરીંગ કરવાની માંગણી પૂરી નહીં થાય તો મહુવા માર્ગ અને મકાન વિભાગની કચેરીને તાળાબંધી કરાશે તેવી ચિમકી ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખે ઉચ્ચારી છે.


