E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeSportsSports : T20 World Cup પહેલા કેપ્ટન સૂર્યકુમાર યાદવે ભગવાન બાલાજીના લીધા...

Sports : T20 World Cup પહેલા કેપ્ટન સૂર્યકુમાર યાદવે ભગવાન બાલાજીના લીધા આશીર્વાદ, પત્ની સાથે પહોંચ્યો તિરુપતિ

ક્રિકેટમાંથી બ્રેક દરમિયાન સૂર્યકુમાર યાદવ ઘણીવાર મંદિરોમાં જાય છે. સૂર્યકુમાર યાદવે અને તેની પત્નીએ આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં પૂજા કરી હતી.

ભારતના T20 ઈન્ટરનેશનલ કેપ્ટન સૂર્યકુમાર યાદવે મંગળવાર 30 ડિસેમ્બરની વહેલી સવારે તિરુપતિમાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરની મુલાકાત લીધી. સૂર્ય વૈકુંઠ એકાદશીના શુભ પ્રસંગે પત્ની દેવીશા સાથે ભારતીય કેપ્ટને 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા T20 વર્લ્ડકપના થોડા અઠવાડિયા પહેલા હિન્દુ ધર્મના સૌથી આદરણીય સ્થળોમાંના એક મંદિરમાંથી આશીર્વાદ લીધા.

સૂર્યકુમાર મંદિર સંકુલ તરફ જતા મીડિયા સાથે વાતચીત કરતો જોવા મળ્યો. તેને પિંક શેરવાની પહેરી હતી, જ્યારે દેવીશાએ પરંપરાગત રેશમી સાડી પહેરી હતી. તેને કેટલાક ફેન્સને મદદ કરી, જેણે તેને ઓળખ્યો અને સેલ્ફી લેવાની વિનંતી કરી.

ક્રિકેટમાંથી બ્રેક દરમિયાન સૂર્યકુમાર યાદવ ઘણીવાર મંદિરોમાં થાય છે. એવું માનવામાં આવે છે કે તે T20 વર્લ્ડકપ પહેલા આશીર્વાદ મેળવવા માટે મંદિરમાં ગયા હતા.

ભારતની સાઉથ આફ્રિકા સામેની સફળ T20 ઈન્ટરનેશનલ સિરીઝ પછી સૂર્યકુમાર યાદવે તિરુમાલા દર્શન કર્યા, જ્યાં સૂર્યકુમારે ટીમને 3-1થી જીત અપાવી હતી, જે 19 ડિસેમ્બરના રોજ સમાપ્ત થઈ હતી. આરામ કર્યા પછી, ભારતીય કેપ્ટન જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં એક્ટિવ થવાનો છે, પહેલા વિજય હજારે ટ્રોફીમાં મુંબઈ માટે અમુક મેચ રમશે અને પછી ફરી ન્યુઝીલેન્ડ સામે સિરીઝ શરૂ કરશે.

સૂર્યકુમાર આગામી 21 જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડ સામે શરૂ થનારી પાંચ મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝમાં ભારતનું નેતૃત્વ કરશે. આને ICC વર્લ્ડકપ 2026 ની તૈયારી તરીકે જોવામાં આવી રહ્યું છે. ભારત આ વૈશ્વિક ટુર્નામેન્ટનો ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને કોઈપણ કિંમતે ટ્રોફીનો બચાવ કરવા માટે ઉત્સુક રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments