E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeIndiaNational : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 100 mgની પેન કિલર દવા Nimesulide...

National : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 100 mgની પેન કિલર દવા Nimesulide પર પ્રતિબંધ મૂક્યો

કેન્દ્ર સરકારે Nimesulide (પેઇન કીલર) દવા પર મોટો નિર્ણય લીધો છે. 100mgથી વધારે માત્રા વાળી નિમેસુલાઈડની ગોળીઓના નિર્માણ, વેચાણ, અને વિતરણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવી દીધો છે. સરકારનું કહેવું છે કે આ દવા સ્વાસ્થ્ય માટે જોખમરૂપ છે. તેના સુરક્ષિત વિકલ્પો બજારમાં ઉપલબ્ધ છે. આ નિર્ણય ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ, 1940ની કલમ 26એ હેઠળ લેવામાં આવ્યો છે. સરકારે ટાંક્યું છે કે આ દવાનું વધારે માત્રામાં સેવન માણસોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

આરોગ્ય મંત્રાલયના નોટિફિકેશન મુજબ, 100mgથી વધારે નિમેસુલાઈડ (પેઇન કીલર) દવા લોકો માટે ખતરારૂપ છે, આ એક નોન-સ્ટીરોઈડલ એન્ટી-ઈન્ફ્લેમેટરી દવા (NSAID) છે, જેની લીવર પર સંભવિત ઝેરી અસર અને અન્ય આડઅસરો અંગે દુનિયાભરમાં તપાસ થઈ રહી છે. સરકારે ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડની સલાહ લીધા બાદ આ નિર્ણય લીધો છે. આદેશ મુજબ, આ દવા પર પ્રતિબંધ સમગ્ર દેશમાં લાગુ પડશે. જો કે ઓછા ડોઝ વાળા ફોર્મ્યુલેશન અને અન્ય સુરક્ષિત વિકલ્પ બજારમાં મળી રહેશે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 100 mgથી વધારે નિમેસુલાઈડના ઓરલ ફોર્મ્યુલેશન તરત જ રીલીઝ થતાં ડોઝના રૂપમાં હોય છે. જે ખતરો ઊભો કરે છે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય પાછળનું હેતુ લોકોનું આરોગ્ય જોખમાય નહીં તે છે.

નિમેસુલાઈડ નામની આ દવા નોન-સ્ટીરોઈડલ એન્ટી-ઈન્ફ્લેમેટરી છે, જે લીવર પર અસર કરે છે, તેના પ્રભાવ જાણવા હાલ દુનિયાભરમાં તપાસ ચાલી રહી છે. આ પગલું સુરક્ષા હેતુંને ચકાસવા અને વધારે ખતરનાક દવાઓનો ધીરે ધીરે નાશ કરવા માટે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments