વડોદરા જ નહિ ગુજરાત માં ટ્રાફિક ની સમસ્યા એક પડકાર બની છે. ત્યારે વડોદરામાં મુખ્ય જંક્શન પર સ્પ્રિંગ પોસ્ટ લગાવવાની કામગીરી વધુ તેજ બની છેવડોદરા ની 30 લાખ ની અંદાજિત વસ્તી ની સામે 15 લાખ થી વધુ વાહનો હશે.અને જેમ વસ્તી વધે વેપાર વધે તેમ વાહનો ની સંખ્યા પણ વધતી જતી રહે છે. ત્યારે ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટ સામે આ સમસ્યા કેવી રીતે હલ કરવી તે પડકાર બનતું હોય છે.
સાથે જ હાલમાં રાજ્ય સહિત વડોદરામાં પણ રોડ અકસ્માત વધી રહ્યા છે અને ઉપરથી ટ્રાફિક જામ. જેને લઈને વડોદરા ટ્રાફિક પોલીસ ફરી એકવાર સ્પ્રિંગ પોસ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કારણ કે પીક અવર્સ વગર પણ જ્યાં ટ્રાફિક રહેતો હોય ત્યાં ડાબી કે જમણી બાજુ વળવા જો અલાયદી વ્યવસ્થા ન હોય તો સિંગ્નલ ખુલતા વાહનચાલકો અટવાઈ જતા ટ્રાફિક જામ થઇ જતો હોય છે.

તેથી જો આવા સ્પ્રિંગ પોસ્ટ હોય તો વાહન ચાલકો અગાઉ થી પોતાની લેન નક્કી કરી નીકળી જાય જેથી ટ્રાફિક સમસ્યા 50 ટકા હળવી થઇ જાય છે. ગત વર્ષે પોલીસે શહેરમાં 72 જેટલાં અનધિકૃત ડિવાઈડર કટ કર્યા જેથી અકસ્માત ન થાય ત્યારે હવે આ સ્પ્રિંગ પોસ્ટ મોટે ભાગે મુખ્ય જંક્શન પર કાર્યરત થઇ જશે તેવું ટ્રાફિક ડીસીપી ઋષિકેશ ઉપાધ્યાય નું કહેવું છે.
હાલ અકોટા-દાંડિયા બજાર ચાર રસ્તા, કારેલીબાગ વુડા સર્કલ,સોમા તળાવ ચાર રસ્તા,કાલાઘોડા ચાર રસ્તા તેમજ નર્સિંગ હોમ અને નરહરી સર્કલ ખાતે સ્પ્રિંગ પોસ્ટ કાર્યરત છે.


