જેમાં 108 ગાયત્રી મહામંત્ર અને ૧૦૮ મહા મૃત્યુંજય મંત્ર ની પ્રાર્થના કરવામાં આવી હતી..નેત્ર નિદાન કેમ્પનું આયોજન શ્રી ગાયત્રી ધામ ખાતે કરવામાં આવેલ હતું. જેમાં આ કેમ્પમાં ગાયત્રી પરિવારના પરિજનો દ્વારા તથા રણછોડદાસજી હોસ્પિટલ નાં ડોક્ટર તથા આસિસ્ટન્ટ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આ કેમ્પ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં 113 દર્દીઓએ ઓપીડી કરવામાં આવી તથા તેમાંથી 43 દર્દીઓને મોતીયા નાં ઓપરેશન માટે રાજકોટ શ્રી રણછોડદાસ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. આ કેમ્પને સફળ બનાવવા રાજકોટ ના આંખ નાં ડોક્ટર તથા આસીસટન્ટ તથા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ નાં ઉપ પ્રમુખ બાલુભાઇ ઝાલા એક્સ આર્મી . મોતિબેન બાલુભાઇ ઝાલા તથા નાથાભાઈ સોલંકી તથા ગંગ ગિરિ અપરનાથી તથા નારણભાઈ મોરીએ સહયોગ આપ્યો. જેમાં ચા પાણી તથા ભોજનના દાતા શ્રી નારણભાઈ મોરી આળિદ્રા તરફથી રાખવામાં આવેલ હતો.

Reporter : દિપક જોષી દ્વારા પ્રાચી


