E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeBollywoodEntertainment : પરિણીતી ચોપરાનો ખુલાસો, માતા બન્યા બાદ આ ગંભીર સમસ્યાનો શિકાર...

Entertainment : પરિણીતી ચોપરાનો ખુલાસો, માતા બન્યા બાદ આ ગંભીર સમસ્યાનો શિકાર બની હતી, આ રીતે મેળવી મુક્તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા, જેણે ‘ઇશકઝાદે’ થી પોતાની કારકિર્દીની શાનદાર શરૂઆત કરી હતી, તે હાલમાં પોતાની માતૃત્વની સફરનો આનંદ માણી રહી છે. અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુમાં માતા બન્યા બાદના અનુભવો શેર કર્યા.

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા, જેણે ‘ઇશકઝાદે’ થી પોતાની કારકિર્દીની શાનદાર શરૂઆત કરી હતી, તે હાલમાં પોતાની માતૃત્વની સફરનો આનંદ માણી રહી છે. બે મહિના પહેલા પતિ રાઘવ ચઢ્ઢા સાથે પુત્ર ‘નીરજ’નું સ્વાગત કરનાર પરિણીતીએ તાજેતરમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે માતા બન્યા પછી તે ‘પોસ્ટપાર્ટમ ડિપ્રેશન’ માંથી પસાર થઈ હતી. અભિનેત્રીએ કહ્યું કે તે સવારે ઉઠ્યા પછી સૌથી પહેલું કામ ભગવાનને પ્રાર્થના કરે છે. .

પોતાની યુટ્યુબ ચેનલ પર એક હૃદયસ્પર્શી વીડિયો શેર કરતા પરિણીતીએ જણાવ્યું કે બાળકને જન્મ આપ્યા પછીના સમયમાં તેણે કેવી રીતે પોતાના મનને શાંત રાખ્યું. પરિણીતીના મતે મારા સહિત અનેક મહિલાઓ ‘પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનો શિકાર થાય છે. આ સમસ્યાનો સામનો કરવા માટેનો સૌથી મોટો મંત્ર ‘ડિજિટલ ડિટોક્સ’ અને ‘આધ્યાત્મિકતા’ છે. સવારે ઉઠયા બાદ ફક્ત માતાઓ જ નહીં લોકોએ પણ ફોનનો ઉપયોગ ના કરવો જોઈએ તેવી અભિનેત્રી પરિણીતી ચોપરાએ લોકોને સલાહ આપી.

સવારે ઉઠતાની સાથે જ ફોનથી રહો દૂર અભિનેત્રીએ એક મહત્વની સલાહ આપતા કહ્યું કે, “આજકાલ લોકો જાગતાની સાથે જ મોબાઈલ ફોન સ્ક્રોલ કરવા લાગે છે, જે એક ભયંકર આદત છે. આ તમારા મનને સુન્ન કરી દે છે. હું સવારે ઉઠીને સૌથી પહેલા ફોનથી દૂર રહું છું, જેથી મારા દિવસની શરૂઆત સકારાત્મક ઉર્જા સાથે થાય. જણાવી દઈએ કે અભિનેત્રી પરિણીતી ચોપરાએ ગયા વર્ષ 2025માં ઓક્ટોબરમાં તેના પુત્રનું સ્વાગત કર્યું હતું. અત્યારે બે મહિના બાદ પરિણીતી પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાંથી બહાર આવી સ્વસ્થ થઈ રહી છે.

અભિનેત્રીએ માતા બન્યા પછી તેના જીવનમાં આવેલા ફેરફારો વિશે ખુલીને વાત કરી હતી. મંત્રોનો જાપ અને પ્રકૃતિનો સાથ પરિણીતી પોતાને શાંત રાખવા માટે સવારે મંત્રોચ્ચારનો સહારો લે છે. તે કહે છે, “હું જાગતાની સાથે જ હનુમાન ચાલીસા અથવા ‘નમામિ શમીશમ’ સ્તોત્રનો પાઠ કરું છું. ક્યારેક શાંત સંગીત સાંભળવું અને પક્ષીઓનો કલરવ સાંભળવો મનને અદભૂત શાંતિ આપે છે. જો તમારું મન સકારાત્મક હશે, તો તમારું શરીર પણ એ જ રીતે પ્રતિસાદ આપશે.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments