પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરનો એક ઓડિયો સંદેશ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમના સંગઠન પાસે હજારો આત્મઘાતી બોમ્બરો ગમે ત્યારે હુમલો કરવા માટે તૈયાર છે.પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરનો એક ઓડિયો સંદેશ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મસૂદ અઝહર દાવો કરે છે કે તેમના સંગઠન પાસે હજારો આત્મઘાતી બોમ્બરો છે, જે ગમે ત્યારે હુમલો કરવા માટે તૈયાર છે.
“શહાદત”નો ઉલ્લેખ કરતા મસૂદ અઝહરએ કહ્યું કે તેના આતંકવાદીઓ ન તો સાંસારિક સુવિધાની માંગ કરે છે. ન કોઇ વ્યક્તિગત લાભની. તેમણે એમ પણ કહ્યું કે જો સંગઠનમાં હાજર આતંકવાદીઓની સંપૂર્ણ સંખ્યા જાહેર કરે તો તે વિશ્વભરમાં મીડિયામાં હોબાળો મચી જસે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે જૈશ-એ-મોહમ્મદ પાસે મોટી સંખ્યામાં પ્રશિક્ષિત આતંકવાદીઓ છે.

રક્ષા નિષ્ણાતોના મતે આવા ઓડિયો સંદેશાઓ ઘણીવાર ત્યારે જાહેર કરવામાં આવે છે જ્યારે આતંકવાદી સંગઠનો દબાણ હેઠળ હોય છે. આ સંદેશ ભારત દ્વારા તાજેતરમાં પાકિસ્તાનમાં અનેક જૈશ-એ-મોહમ્મદ (JeM) ના ઠેકાણાઓ પર કરવામાં આવેલા દરોડા પછી સામે આવ્યો હતો, જેમાં ડઝનબંધ સભ્યોના મોત થયા હતા. આને મસૂદ અઝહરની માનસિક સ્થિતિ અને હતાશાની નિશાની માનવામાં આવી રહી છે.
ઓડિયો ક્લિપમાં મસૂદ અઝહર કહેતો સંભળાય છે કે આ મેળાવડામાં અલ્લાહના તે ફિદાઇ છે જે રાત્રે ત્રણ વાગ્યે ઉઠે છે અને ફક્ત અલ્લાહ પાસે શહાદત માંગે છે. તેઓ પોતાનું દેવું માફ કરવા કહેતા નથી, ન તેઓ પત્ની માંગે છે, ન તેઓ ઘર માંગે છે, ન તેઓ દુકાન માંગે છે, ન તેઓ તેમના બાળકોને આજ્ઞાકારી બનવા માટે કહે છે, ન તેઓ યુરોપના વિઝા માંગે છે, ન તેઓ અમેરિકાના વિઝા માંગે છે, ન તેઓ અલ્લાહ પાસે કાર માંગે છે, ન તેઓ નવીનતમ મોટરસાયકલ માંગે છે, ન તેઓ અલ્લાહ પાસે આઇફોન માંગે છે.


