E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratSurendranagar : મુળી તાલુકામાં મધ્યાહન ભોજન યોજનના કેન્દ્રો માટે સંચાલક કમ કૂકની...

Surendranagar : મુળી તાલુકામાં મધ્યાહન ભોજન યોજનના કેન્દ્રો માટે સંચાલક કમ કૂકની કરાશે નિમણૂંક

સુરેન્દ્રનગર જિલ્લાનાં મુળી તાલુકાના કેન્દ્ર નં.૪૨ વડધ્રા પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક-કમ-કૂકની નિમણૂક કરવામાં આવશે.મુળી તાલુકાના મામલતદારની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, આ જગ્યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ વિનામૂલ્યે મામલતદાર કચેરી-ચોટીલા ખાતેથી રજાના દિવસ સિવાય કચેરી સમય દરમિયાન રૂબરૂ મેળવી લેવાના રહેશે. આ અરજી ફોર્મ વિગતવાર ભરી જરૂરી આધારોની ખરી નકલ સાથે આગામી તા.૨૩/૦૧/૨૦૨૬ સુધીમાં કચેરી સમય પૂરો થતાં પહેલા મામલતદાર કચેરી-મુળી ખાતે જાહેર રજાના દિવસો સિવાય રજૂ કરવાનું રહેશે.

આ અંગે ઈન્ટરવ્યુની તારીખની જાણ હવે પછી કરવામાં આવશે. અરજી ફોર્મ સાથે જોડવાના આધાર પુરાવામાં સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ ,અભ્યાસ અંગેના સર્ટીઓ અને માર્કશીટ,જાતિનો દાખલો, રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ આધારકાર્ડ અને સ્થાનિક રહેતા હોય તેવા પુરાવા, પોલીસનો ચાલ ચલગતનો દાખલો, ખેતીની જમીન હોય તો ૭/૧૨-૮ અ કરાવા અને જમીન ના હોય તો તળાટીના દાખલા સાથે હાજર રહેવાનું રહેશે.

ઉમેદવારની લઘુતમ વય મર્યાદા ૨૦ વર્ષ અને મહત્તમ વય મર્યાદા ૬૦ વર્ષની રહેશે. ઉમેદવાર એસ.એસ.સી. પાસ હોવા જોઈએ. જે ગામમાં એસ.એસ.સી. પાસ ઉમેદવાર ન હોય ત્યાં ધોરણ-૦૭ પાસ માટે છૂટછાટ આપવામાં આવી છે. ઈન્ટરવ્યૂ અંગે તારીખની જાણ હવે પછી કરવામાં આવશે. ઈન્ટરવ્યૂ માટે ઉમેદવારોએ જણાવેલ તારીખ અને સમયે સ્વખર્ચે હાજર થવાનું રહેશે. અધુરી વિગતો રજુ કરેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં એમ વધુમાં યાદીમાં જણાવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments