ગુજરાત રાજ્યના 77મા પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે વિશેષ બની રહેશે, કારણ કે તેનું આયોજન નવરચિત વાવ-થરાદ જિલ્લામાં કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્યના 77મા પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે વિશેષ બની રહેશે, કારણ કે તેનું આયોજન નવરચિત વાવ-થરાદ જિલ્લામાં કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય પર્વની પૂર્વ સંધ્યાએ, એટલે કે 25 જાન્યુઆરીના રોજ સાંજે 06:00 કલાકે, થરાદના મલુપુર સ્થિત હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે એક ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે.

આ ગરિમામય અવસરે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી જનમેદનીને સંબોધિત કરશે. કાર્યક્રમની શરૂઆત જિલ્લા કલેક્ટરના સ્વાગત પ્રવચનથી થશે. આ પ્રસંગે જિલ્લાની વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે. સાથે જ, જિલ્લાની ઓળખ આપતી ‘વિકાસ, વિરાસત અને વિશ્વાસ’ પ્રતિક સમી ‘વાવ-થરાદ જિલ્લો પરિચય પુસ્તિકા’નું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે.


