E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaPrayagraj : માઘ મેળામાં ફરી આગની ઘટના, વધુ એક કેમ્પ બળીને થયો...

Prayagraj : માઘ મેળામાં ફરી આગની ઘટના, વધુ એક કેમ્પ બળીને થયો ખાખ

ઘટના અંગેની જાણકારી મળતા જ માત્ર બે મિનિટની અંદર જ પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને પોલીસે તાત્કાલિક સ્થિતિ સંભાળીને ફાયર વિભાગને જાણ કરી અને રાહત કામગીરી શરૂ કરી દીધી.

પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળામાં ફરી એક વખત આગની ઘટના બની છે. સેક્ટર 6માં શનિવારે સાંજે તુલસી માર્ગ સ્થિત શ્રી કિશોરી કેમ્પમાં અચાનક આગની ઘટના બની છે. આગ એટલી ભીષણ હતી કે મિનિટોમાં જ શિબિરનો એક તંબુ બળીને ખાખ થઈ ગયો છે. આસપાસમાં હાજર લોકોમાં પણ આગની ઘટનાને લઈને ભારે અફરાતફરી મચી ગઈ છે. ત્યારબાદ તાત્કાલિક પોલીસ અને પ્રશાસનને જાણ કરવામાં આવી.

ઘટના અંગેની જાણકારી મળતા જ માત્ર બે મિનિટની અંદર જ પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને પોલીસે તાત્કાલિક સ્થિતિ સંભાળીને ફાયર વિભાગને જાણ કરી અને રાહત કામગીરી શરૂ કરી દીધી. સમય પર ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ફાયર વિભાગની ટીમે કાર્યવાહી શરૂ કરી અને હાલમાં આગ પર કાબૂ મેળવી લીધો છે. જો કે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે કોઈને ઈજા પહોંચી નથી. શિબિરમાં હાજર લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

જો કે આગની ઝપેટમાં આવવાથી કેમ્પમાં મુકેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે. જો કે આગ પર કાબૂ મેળવી લેવાથી આસપાસના તંબુને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચ્યું નથી. હાલમાં હવે આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં આગ લાગવાનું સટીક કારણ સામે આવ્યું નથી. આ સાથે જ તંત્રએ પણ આ મામલાને ગંભીરતાથી લેતા તપાસ શરૂ કરી દીધી છે અને સાથે જ માઘ મેળાના વિસ્તારમાં હાજર તમામ શિબિરોની સુરક્ષા વ્યવસ્થાને વધુ સર્તક રાખવાનો નિર્દેશ આપ્યો છે, જેથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓથી બચી શકાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments