E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : અમિત શાહનો ગુજરાત પ્રવાસ, 27 જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદની...

Ahmedabad : અમિત શાહનો ગુજરાત પ્રવાસ, 27 જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદની મુલાકાતે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આગામી 27 જાન્યુઆરીના રોજ પોતાના વતન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદના ઐતિહાસિક કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે. કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા સંપ્રદાયના એક ભવ્ય સમૈયાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશભરમાંથી હરિભક્તો ઉમટી પડવાના છે. અમિત શાહ આ ધાર્મિક મહોત્સવમાં સહભાગી થઈ ભગવાનના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરશે.

ગૃહમંત્રીના પ્રવાસને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના ચુસ્ત બંદોબસ્તની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કાલુપુર મંદિર ટ્રસ્ટ દ્વારા પણ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમિત શાહની આ મુલાકાત ધાર્મિક દૃષ્ટિકોણથી મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે તેઓ અવારનવાર સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપતા હોય છે. આ પ્રસંગે સંપ્રદાયના સંતો-મહંતો દ્વારા તેમનું વિશેષ સન્માન પણ કરવામાં આવે તેવી શક્યતા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments