E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : ધારાસભ્યએ બસને પ્રસ્થાન કરાવતા સ્થાનિકોનો ચૂંટણી સ્ટન્ટ ગણાવી વિરોધ

Gujarat : ધારાસભ્યએ બસને પ્રસ્થાન કરાવતા સ્થાનિકોનો ચૂંટણી સ્ટન્ટ ગણાવી વિરોધ

શહેરના નિઝામપુરાએસટી બસ ડે પૌથી ઉત્તર ગુજરાતના થરાદ માટે નવીબસ સેવાની આજથી શરૂઆત કરવામાં આવી છે. ધારાસભ્યએ લીલી ઝંડી આપી બસને પ્રસ્થાન કરાવ્યું હતું. જોકે, આ એકમાત્ર બસની શરૂઆતને સ્થાનિક નાગરિકોએ આવનારી ચૂંટણી માટે દેખાવડો પ્રયાસ ગણાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.

સ્થાનિકોનું કહેવું છે કે, નિઝામપુરા વિસ્તારમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો મોટી સંખ્યામાં વસે છે. તેમને પોતાના વતનના શહેરો સુધી સીધી બસ સેવાની લાંબાસમયથી જરૂર છે. કોવિડ પહેલાં નિઝામપુરાડેપોથી ઉત્તર ગુજરાત અનેસૌ રાષ્ટ્ર તરફ ૪૦થી વધુ બસો દોડતી હતી, પરંતુ બાદમાં આબસો બંધ કરી સેન્ટ્રલ બસ ડેપોતરફ ખસેડી દેવામાં આવી.

એકમાત્ર બસ શરૂ કરવાથી સમસ્યા ઉકેલાતી નથી, તેમ કહી સ્થાનિક નાગરિકોએ આ સેવા અપૂરતી ગણાવી છે. તેમણે માગ કરી છે કે, અગાઉ ની જેમ ઓછામાં ઓછી ૪૦બસોની સેવા તાત્કાલિક ફરી શરૂ કરવામાં આવે. માંગ નહીં સંતોષાય તો આવનારી ચૂંટણીમાં જવાબ આપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

વધુમાં ઉમેર્યું હતું કે, આજથી શરૂ થયેલી બસ આણંદ, ખેડા વાયા જાય છે, જેના કારણે મુસાફરીનો સમય વધશે. નિઝામપુરા ડેપોથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફની બસો બંધ થતાં દુમાડ ચોકડી સુધી જવું પડે છે, જ્યાં રીક્ષા ભાડું પોસાય તેમ નથી. જેથી નિઝામપુરા ડેપોથી નેશનલ હાઈવેના બદલે એક્સપ્રેસવે મારફતે ઉત્તરગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ સીધી બસો દોડાવવામાં આવે.

આ મુદ્દે ધારાસભ્યને સ્થાનિકોએ ઘેર્યા હતા, જોકે તેમણે વધુ બસો દોડાવવાની માગ સ્વીકારી આશ્વાસન આપતાં મામલો થાળે પડયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments