E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : આરટીઓ દ્વારા ખાસ ડ્રાઇવઃએલઇડી લાઇટવાળા ૬૨ વાહનચાલકો પકડાયા

Vadodara : આરટીઓ દ્વારા ખાસ ડ્રાઇવઃએલઇડી લાઇટવાળા ૬૨ વાહનચાલકો પકડાયા

વાહન વ્યવહાર વિભાગ દ્વારા પરિપત્ર કરીને વ્હાઇટ એલઇડી લગાવીને સામેવાળાની આંખો આંજી દેતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે. જેના પગલે ગાંધીનગર આરટીઓ દ્વારા રાત્રી ડ્રાઇવ ચલાવવામાં આવી છે અને શુક્ર-શનિવાર બે દિવસની ડ્રાઇવમાં ૬૨ વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે. છેલ્લા એક મહિના દરમ્યાન ગાંધીનગર આરટીઓ દ્વારા કુલ ૧૧૪ વાહનચાલકો સામે વ્હાઇટ એલઇડીનો કેસ કરવામાં આવ્યો છે અને કુલ ૧.૫૩ લાખ રૃપિયાનો દંડ પણ વસુલવામાં આવ્યો છે.

વાહનોમાં લગાડવામાં આવતી ગેરકાયદેસર અને આંખોને આંજી દેતી સફેદ એલઇડી લાઈટો સામે વાહનવ્યવહાર વિભાગ દ્વારા વધુ એક વખત પરિપત્ર બહાર પાડીને તમામ આરટીઓને કાર્યવાહી કરવા માટે સુચના આપી છે જેના અનુસંધાને ગાંધીનગર આરટીઓ દ્વારા શુક્ર-શનિવાર એમ બે દિવસ ખાસ ઝુંબેશ ચલાવી હતી. ઇન્સ્પેક્ટર્સ અને સ્ટાફની અલગ અલગ ટીમો દ્વારા જિલ્લાના માર્ગો-જંકશન પર ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ફક્ત બે દિવસમાં સફેદ એલઇડી લગાવીને ફરતા ૬૨ જેટલા વાહન માલિકોને દંડ ફટકારવામાં આવ્યો છે.ત્યારે આગામી દિવસોમાં વધુ ટીમો બનાવીને મુખ્ય માર્ગો, હાઇવેની સાથે શહેરના આંતરિક માર્ગો પર પણ રાત્રી ચેકીંગની ડ્રાઇવ વધુ સઘન બનાવવામાં તેવા સંકેતો આપવાની સાથે વાહનચાલકોને આ લાઇટ સ્વયં દૂર કરવા પણ સુચન પણ કરવામાં આવ્યું છે. છેલ્લા એક મહિના દરમ્યાન ગાંધીનગર આરટીઓ દ્વારા કુલ ૧૧૪ જેટલા કેસ કરવામાં આવ્યા છે. વ્હાઇટ એલઇડી લગાવનાર આ વાહનમાલિકો પાસેથી કુલ ૧.૫૩ લાખનો દંડ પણ વસુલવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments