E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : ડભોઇ તાલુકામાં બાવળના ઝાડ માંથી કાળા કોલસાનો મોટો કારોબાર ગ્રામ્ય...

Vadodara : ડભોઇ તાલુકામાં બાવળના ઝાડ માંથી કાળા કોલસાનો મોટો કારોબાર ગ્રામ્ય વિસ્તારમાં રોજગારી છીનવાય

ડભોઇ તાલુકામાં વીરપ્પનો’નો આતંક: પર્યાવરણના ભોગે કોલસા પાડવાનું મોટું કૌભાંડ ડભોઇ એક તરફ સરકાર ‘વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો’ના મસમોટા બોર્ડ લગાવી રહી છે, ત્યારે બીજી તરફ ડભોઇ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં વન વિભાગની રહેમનજર હેઠળ હજારો વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળે છે ડભોઇ તાલુકાના અનેક ગામડાઓમાં વગર પરવાનગીએ બાવળના ઝાડો કાપીને તેમાંથી કોલસા પાડવાનું લાખો રૂપિયાનું કાળું કૌભાંડ ફૂલ્યુંફાલ્યું છે.

ગરીબોની રોજગારી પર તરાપ
​સ્થાનિક ગામડાઓમાં વર્ષોથી ઉછરેલા દેશી બાવળ માત્ર પર્યાવરણ માટે જ નહીં, પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે રોજગારીનું સાધન પણ છે. બાવળના દાંતણ અને ગુંદર વેચીને અનેક પરિવારો પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ, આધુનિક ‘વીરપ્પન’ જેવા ભૂમાફિયાઓ રાતોરાત આ ઝાડો કાપી, તેને જમીનમાં દાટી કોલસા બનાવી લાખોની કમાણી કરી રહ્યા છે.તંત્રની સૂચક ચુપકીદી પર સવાલો ઉઠવા પામ્યા છે આટલા મોટા પાયે લાકડાનું કટીંગ અને કોલસાની ભઠ્ઠીઓ ધમધમતી હોવા છતાં ડભોઇના જવાબદાર અધિકારીઓ અને વન વિભાગ કેમ મૌન સેવી રહ્યા છે? શું અધિકારીઓની મિલીભગતથી જ આ જંગલોનો સફાયો થઈ રહ્યો છે?
​ગેરકાયદેસર પ્રવૃત્તિ: પરવાનગી વગર લાકડા કટીંગ અને કોલસા ઉત્પાદન.​પર્યાવરણને નુકસાન: આડેધડ જંગલો કપાતા જમીન ધોવાણ અને ગરમીનું જોખમ.
​માગણી: સ્થાનિકોની માગ છે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ કરે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરે.
​હવે શું ડભોઇનું વન વિભાગ જાગશે? કે પછી ગરીબ પરિવારોની રોજગારી છીનવાતી રહેશે અને જંગલોના નામે માત્ર ઉજ્જડ જમીન જ બાકી રહેશે?

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments