E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratRajkotRajkot: ચોકલેટ લવર સાવધાન! વેલેન્ટાઈન પહેલા ફુડ વિભાગનું ચેકિંગ, 11 એકમને નોટિસ

Rajkot: ચોકલેટ લવર સાવધાન! વેલેન્ટાઈન પહેલા ફુડ વિભાગનું ચેકિંગ, 11 એકમને નોટિસ

રાજકોટમાં લક્ષ્મી, ગુરૂકૃપા અને તુલસી એન્ટરપ્રાઇઝમાં ફૂડ શાખાનું ચેકિંગ છે. દુબઈ ચોકલેટ સહિત 14 નમૂના લેબમાં મોકલાયા અને 11 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે.રાજકોટવાસીઓના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા ફરી એક્શન મોડમાં આવી છે. રાજકોટ મનપાની ટીમ દ્વારા રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરીને જાણીતા ફૂડ સ્ટોર્સમાં રેડ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ખાસ કરીને અત્યારે ટ્રેન્ડમાં રહેલી ‘દુબઈ ચોકલેટ’ સહિતના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે હોવાના કારણે મોટા પાયે ચોકલેટની વેચાણ થાય છે. જે કારણે રાજકોટ મનપા દ્વારા લોકોના આરોગ્યને નુકસાન ન થાય તેવા હેતુથી આ કામગીરી કરવામાં આવી રહી છે.રાજકોટ મનપાા ફૂડ વિભાગની ટીમ દ્વારા ખાસ કરીને લક્ષ્મી એન્ટરપ્રાઇઝ, ગુરૂકૃપા એન્ટરપ્રાઇઝ અને તુલસી એન્ટરપ્રાઇઝ જેવી મોટી પેઢીઓમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટીમ દ્વારા કુલ 20 જેટલા ધંધાર્થીઓને ત્યાં લાયસન્સ અને ખાદ્ય પદાર્થની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 11 ધંધાર્થીઓ પાસે ફૂડ લાયસન્સ ન હોવા બાબતે તેમને કડક નોટિસ ફટકારવામાં આવી છે.

રાજકોટ ફૂડ શાખા દ્વારા કુલ 14 ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે ચોકો ટાઉન દુબઈ ચોકલેટ, વેલેન્ટાઈન ચોકો અને ડેઝી કોકોનટ ચોકલેટ, મેંગો કેન્ડી ચોકલેટ, ફન બન ચોકો અને ટી ચોકો અને ન્યારા કલર ફૂલ મિક્સ ચોકલેટના નમુના લેવામાં આવ્યા છે.આ તમામ નમૂનાઓને સીલ કરી પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. લેબોરેટરીના રિપોર્ટ બાદ જો કોઈ ખામી જણાશે તો સંબંધિત વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ મનપાની આ કાર્યવાહીને પગલે ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments