HomeSportsSports : Rising Asia Cup 2026 માં ભારત-પાકિસ્તાન વચ્ચે 22 નવેમ્બરે ફરી...

Sports : Rising Asia Cup 2026 માં ભારત-પાકિસ્તાન વચ્ચે 22 નવેમ્બરે ફરી મહામુકાબલો…

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર જોવા માટે ક્રિકેટપ્રેમીઓ હંમેશાં ઉત્સુક રહે છે. હવે ફરી એકવાર બંને હરીફ ટીમો મેદાન પર આમનેસામને આવવાની છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ACCએ રાઇઝિંગ એશિયા કપ 2026નું શેડ્યૂલ જાહેર કર્યું છે. કતારની રાજધાની દોહામાં રમાનારી આ સ્પર્ધામાં ભારત અને પાકિસ્તાનને એક જ જૂથમાં સ્થાન આપવામાં આવ્યું છે. બંને ટીમો વચ્ચે 22 નવેમ્બરે મુકાબલો રમાશે.

આ સ્પર્ધા 19થી 29 નવેમ્બર દરમિયાન યોજાશે. ભારત અને પાકિસ્તાન ઉપરાંત નેપાળ અને સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAE પણ આ જ જૂથમાં છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મુકાબલા પર ચાહકોની ખાસ નજર રહેશે, કારણ કે બંને દેશોના યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા બતાવવાની તક મળશે.

19 નવેમ્બરથી સ્પર્ધાનો પ્રારંભ

રાઇઝિંગ એશિયા કપમાં સામાન્ય રીતે ટીમો પોતાની A ટીમ સાથે ભાગ લે છે. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ યુવા અને ઊભરતા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ક્ષમતા સાબિત કરવાની તક આપવાનો છે. સ્પર્ધાની મોટાભાગની મેચો વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જ્યારે કેટલીક મેચો યુનિવર્સિટી ઑફ દોહા ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજીના ક્રિકેટ મેદાન પર યોજાશે.સ્પર્ધાની શરૂઆત 19 નવેમ્બરે બાંગ્લાદેશ અને હોંગકોંગ વચ્ચેની મેચથી થશે. આ જ દિવસે શ્રીલંકા અને અફઘાનિસ્તાનની ટીમો પણ ટકરાશે.ભારતીય ટીમ 20 નવેમ્બરે નેપાળ સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ 22 નવેમ્બરે પાકિસ્તાન સામે મહત્વનો મુકાબલો રમશે. ભારત 24 નવેમ્બરે UAE સામે જૂથ તબક્કાની છેલ્લી મેચ રમશે.સ્પર્ધાની સેમિફાઇનલ મેચો 26 અને 27 નવેમ્બરે યોજાશે. જ્યારે ફાઇનલ 29 નવેમ્બરે રમાશે. ફાઇનલ મેચ વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments