E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : અમદાવાદમાં હવામાન વિભાગના સ્ટેશનમાં તસ્કરો ત્રાટક્યા, 4 લાખથી વધુની કરી...

Ahmedabad : અમદાવાદમાં હવામાન વિભાગના સ્ટેશનમાં તસ્કરો ત્રાટક્યા, 4 લાખથી વધુની કરી ચોરી

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ચોરીના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે હવે તસ્કરોએ નારણપુરા સ્થિત હવામાન વિભાગની કચેરીને નિશાન બનાવી છે. સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આવેલા ‘એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન’ (AQMS)માં ચોરોએ બારી તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ચોરોએ કચેરીમાંથી નાઇટ્રોજન સિલિન્ડર, બેટરી, એમજીસી મશીન, પંપ અને યુપીએસ ચાર્જર સહિત કુલ 4.65 લાખ રૂપિયાના કિંમતી સાધનોની ચોરી કરી પલાયન થઈ ગયા છે.

ચોરીની આ ઘટના ત્યારે સામે આવી જ્યારે ગાંધીનગરના ખોરજ ગામના નિવાસી અને વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુધીર વિશ્વકર્માએ સર્વરનો ડેટા ચેક કર્યો હતો. ડેટા બંધ હોવાથી શરૂઆતમાં તેમને લાગ્યું કે પાવર કટ હશે, પરંતુ લાંબા સમય સુધી સિસ્ટમ શરૂ ન થતા તેમને શંકા ગઈ હતી. જ્યારે તેઓ સ્થળ પર તપાસ કરવા પહોંચ્યા ત્યારે સ્ટેશનની બારી તૂટેલી જોવા મળી હતી અને અંદરનો બધો જ સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો.

આ મોનિટરિંગ સ્ટેશન ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટીઓરોલોજી’ અંતર્ગત કાર્યરત છે. ઘટનાની જાણ થતા જ સુધીરભાઈએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી અને ત્યારબાદ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તસ્કરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments