E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratPatan : "અમે બંધારણ તોડ્યું નથી", કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાનોની બેઠકમાં...

Patan : “અમે બંધારણ તોડ્યું નથી”, કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાનોની બેઠકમાં મોટો ખુલાસો

આગેવાનોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તાજેતરમાં યોજાયેલા દીકરા-દીકરીના લગ્ન પ્રસંગો સંપૂર્ણપણે સામાજિક બંધારણની મર્યાદામાં રહીને જ સંપન્ન કરવામાં આવ્યા છે અને તેમાં કોઈપણ પ્રકારની ખોટી દેખાદેખી કરવામાં આવી નથી.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ઠાકોર સમાજનું સામાજિક બંધારણ તોડવામાં આવ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું, જે મામલે કોરડા ગામે મગનજી ઠાકોરના નિવાસસ્થાને સમાજના અગ્રણીઓની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંતલપુર પંથકના ઠાકોર સમાજના અનેક આગેવાનો એકઠા થયા હતા અને સમાજના નીતિ-નિયમોના ભંગ અંગેની વાતોને સ્પષ્ટપણે નકારી કાઢી હતી. આગેવાનોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તાજેતરમાં યોજાયેલા દીકરા-દીકરીના લગ્ન પ્રસંગો સંપૂર્ણપણે સામાજિક બંધારણની મર્યાદામાં રહીને જ સંપન્ન કરવામાં આવ્યા છે અને તેમાં કોઈપણ પ્રકારની ખોટી દેખાદેખી કરવામાં આવી નથી.

મગનજી ઠાકોરે મીડિયા સમક્ષ વિગતો આપતા જણાવ્યું હતું કે, તેઓ દર વર્ષે માતાજીનો ધાર્મિક કાર્યક્રમ શ્રદ્ધાપૂર્વક યોજે છે અને આ વખતે પણ સામાજિક મર્યાદા જળવાય તે રીતે જ આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે, કોઈપણ પ્રસંગ કરતાં પહેલાં તેમણે સમાજના વડીલો અને આગેવાનોનું માર્ગદર્શન લીધું હતું. સમાજમાં ખોટી ગેરસમજ ન ફેલાય તે હેતુથી આ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત તમામ અગ્રણીઓએ એકસૂરે સ્વીકાર્યું હતું કે સામાજિક સુધારાના બંધારણનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે અને સમાજની એકતા અખંડ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments