E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratBhavnagarBhavnagar : શહેરમાં મહીં-પરીએજમાં મેન્ટેનન્સને કારણે શહેરના 40% વિસ્તારોમાં બે દિવસ પાણી...

Bhavnagar : શહેરમાં મહીં-પરીએજમાં મેન્ટેનન્સને કારણે શહેરના 40% વિસ્તારોમાં બે દિવસ પાણી કાપ

ભાવનગરમાં આગામી 6 ફેબ્રુઆરી અને 7 ફેબ્રુઆરી એમ બે દિવસ માટે પાણી કાપની જાહેરાત કરવામાં આવી છે. મહીં-પરીએજ લાઈન પર મેન્ટેનન્સની તાકીદની કામગીરી હાથ ધરવામાં આવી છે.ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આગામી 6 ફેબ્રુઆરી અને 7 ફેબ્રુઆરી એમ બે દિવસ માટે પાણી કાપની જાહેરાત કરવામાં આવી છે. મહીં-પરીએજ લાઈન પર મેન્ટેનન્સની તાકીદની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી શહેરના આશરે 40% વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાશે.

તરસમિયા ફિલ્ટર પ્લાન્ટ આધારિત તમામ વિસ્તારોમાં પાણીનો પુરવઠો બંધ રહેશે. જેમાં શહેરના ભરતનગર,તરસમિયા,કાળીયાબીડ,ઘોઘા રોડ સહિતના આસપાસના વિસ્તારો મુખ્ય રહેણાંક વિસ્તારોનો સમાવેશ થાય છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, મહીં-પરીએજ જળ વિતરણ યોજના હેઠળની મુખ્ય પાઈપલાઈનમાં મેન્ટેનન્સ અને સમારકામની કામગીરી કરવાની હોવાથી પાણીનો ઉપાડ બંધ રાખવામાં આવશે. આ કામગીરીને કારણે તરસમિયા ફિલ્ટર સ્ટેશન સુધી પાણી ન પહોંચતા વિતરણ વ્યવસ્થા બે દિવસ માટે બંધ રાખવાની ફરજ પડી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments