આ કેસમાં SITએ મુખ્ય આરોપી ઉન્નીકૃષ્ણન પોટ્ટી સાથે પણ પુછપરછ કરી, જેને પહેલા જ જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. અડૂર પ્રકાશે જણાવ્યું કે તે શુક્રવારે કાસરગોડથી પરત ફર્યા હતા.સબરીમાલા સોના ચોરીના કેસમાં તપાસ કરી રહેલી SITએ શનિવારે કોંગ્રેસ સાંસદ અડૂર પ્રકાશ સાથે તિરૂવનંતપુરમમાં લાંબી પુછપરછ કરી છે. નોટિસ જાહેર થયા બાદ તે સવારે ક્રાઈમ બ્રાન્ચના હેડ ક્વાર્ટર પહોંચ્યા હતા, તેમની SITએ લગભગ 2.30 કલાક સુધી પુછપરછ કરી છે અને પુછપરછ બાદ તેઓ લગભગ 1 વાગ્યે ઓફિસની બહાર નીકળ્યા.
આ કેસમાં SITએ મુખ્ય આરોપી ઉન્નીકૃષ્ણન પોટ્ટી સાથે પણ પુછપરછ કરી, જેને પહેલા જ જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. અડૂર પ્રકાશે જણાવ્યું કે તે શુક્રવારે કાસરગોડથી પરત ફર્યા હતા, ત્યારે SITએ કેટલાક કેસ પર સ્પષ્ટીકરણ માટે તેમનો સંપર્ક કર્યો. તેમને કહ્યું કે તે સવારે તપાસ એજન્સીની સામે હાજર થયા, તેમના તમામ પ્રશ્નના જવાબ આપ્યા છે.
અડૂર પ્રકાશે કહ્યું કે તેમના જવાબના આધાર પર આગળની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે તેમને પુછવામાં આવ્યું કે શું SITએ ઉન્નીકૃષ્ણન પોટ્ટીની સાથે તેમના સંબંધોને લઈ પ્રશ્ન કર્યો તો તેમને માન્યું કે આ મુદ્દો સામે આવ્યો હતો. તેમને તમામ વિગત શેયર કરી છે. તેને રેકોર્ડ પણ કરવામાં આવી છે. તેમની પુછપરછ દરમિયાન કોઈ પણ પ્રકારના નાણાકીય લેણ-દેણને લઈ સવાલ કરવામાં આવ્યા નથી.

તેમને SITની કાર્યવાહી પાછળ કોઈ પણ રાજકીય ઉદ્દેશ્ય હોવાનો ઈનકાર કર્યો છે અને કહ્યું કે તેમને પુછપરછમાં કંઈ અસામાન્ય લાગ્યું નથી. તેની વચ્ચે LDF અડૂર પ્રકાશ પર પ્રશ્ન ઉઠાવી રહી છે. વિવાદ ત્યારે વધ્યો જ્યારે એક તસ્વીર સામે આવી, જેમાં અડૂર પ્રકાશ મુખ્ય આરોપી ઉન્નીકૃષ્ણન પોટ્ટીની સાથે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સાથે તેમના આવાસ પર મુલાકાત કરતા નજરે આવી રહ્યા છે.
આ પહેલા આ આરોપો પર પ્રતિક્રિયા આપતા અડૂર પ્રકાશ કહી ચૂક્યા છે કે તે ઉન્નીકૃષ્ણન પોટ્ટીને ઘણી વખત મળી ચૂક્યા છે. તેમના ઘણા આયોજનમાં સામેલ થયા છે પણ સબરીમાલા સોના ચોરી કેસમાં તેમનું કોઈ કનેક્શન નથી. AICC નેતા અને સાંસદ કે સી વેણુગોપાલે કહ્યું કે SIR કોઈને પણ પુછપરછ કરવા માટે સ્વતંત્ર છે. કાયદાએ પોતાનું કામ કરવું જોઈએ. તેમને આરોપ લગાવ્યો કે કેરળના લોકો જાણે છે કે સોનું કોણે ચોરી કર્યું છે અને દોષિયોને કોણ બચાવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે કેરળ હાઈકોર્ટના નિર્દેશ બાદ SITની ટીમ સબરીમાલા મંદિરમાં દ્વારપાલની મૂર્તિઓ અને શ્રીકોવિલના દરવાજાથી ગાયબ થયેલા સોના સાથે જોડાયેલા બે કેસની તપાસ કરી રહી છે. અત્યાર સુધી આ કેસમાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.


