તે હિમાલચ પ્રદેશના સિરમૌર જિલ્લાના ગામ ટોકા નંગલાનો રહેવાસી છે. તુટેલી રાઈડનો માલિક પણ તે છે અને તેનું નામ FIRમાં દાખલ છે. પોલીસે એક અન્ય આરોપી નિતેશની પણ ધરપકડ કરી છે.
ફરીદાબાદના સુરજકુંડ મેળામાં 7 ફેબ્રુઆરીએ રાઈડ તુટવાના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે અને આ કેસના 2 આરોપીની ધરપકડ કરી લીધી છે. આ દુર્ઘટનામાં એક ઝુલો તુટી ગયો હતો, જેમાં લોકોને બચાવતા સમયે હરિયાણા પોલીસના નિરીક્ષકે પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ રાઈડ લગાવનારી કંપની હિમાચલ કેયર ફન કેયરના માલિક મોહમ્મદ શાકિરની ધરપકડ કરવામાં આવી છે.

તે હિમાલચ પ્રદેશના સિરમૌર જિલ્લાના ગામ ટોકા નંગલાનો રહેવાસી છે. તુટેલી રાઈડનો માલિક પણ તે છે અને તેનું નામ FIRમાં દાખલ છે. પોલીસે એક અન્ય આરોપી નિતેશની પણ ધરપકડ કરી છે. અન્ય લોકોની ભૂમિકાની તપાસ ચાલી રહી છે. સુરજકુંડમાં આ મામલે કંપનીના પ્રોપરાઈટર મોહમ્મદ શાકિરની વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ક્રાઈમના દેખરેખ હેઠળ રચાયેલી ત્રણ સભ્યોની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે.
દુર્ઘટના બાદ શહીદ નિરીક્ષક જગદીશ પ્રસાદના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયા બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. DGP અજય સિંગલાએ સિવિલ હોસ્પિટલ પહોંચીને પરિવારજનો સાથે મુલાકાત કરી અને સંવેદના વ્યક્ત કરી છે. તેમના પરિવારને આર્થિક સહાય આપવામાં આવશે અને કરુણા યોજના હેઠળ યોગ્ય સભ્યને નોકરી પણ આપવામાં આવશે. આ સાથે જ DGPએ સિવિલ હોસ્પિટલમાં ફરીદબાદ અને સુપ્રીમ હોસ્પિટલમાં દાખલ કરેલા ઘાયલોની તબિયત પુછી. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં 12 લોકો ઘાયલ થયા છે અને હાલમાં તમામ લોકોની સ્થિતિ સામાન્ય હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તમામ લોકોને ઉચ્ચ સ્તરીય સારવાર આપવામાં આવી રહી છે.


