પોરબંદર મનપાની હદમાં આવેલા વનાણા ટોલ નાકા મુદ્દે મનપાના કમિશ્નરને પૂછતાં તેમને જણાવ્યું હતું કે મનપા દ્વારા ટોલનાકું શહેરથી બહાર રાખવા પત્ર લખવામાં આવ્યો હતો. પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા મનપાને પણ હકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી.પોરબંદર મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ આજે 14 મહિના જેટલો સમય વીતી ગયો છે. પરંતુ પોરબંદર મનપાની હદમાં આવેલું વનાણા ટોલ નાકુ આજ દિન સુધી હટાવવામાં ન આવતા પોરબંદરના લોકોમાં પણ નારાજગી છે. વાહન ચાલકોએ પણ વનાણા ટોલ નાકુ મનપાએ દૂર ન કરાવતા આક્રોશ વ્યક્ત કર્યો હતો.
પોરબંદર મનપાની હદમાં આવેલા વનાણા ટોલ નાકા મુદ્દે મનપાના કમિશ્નરને પૂછતાં તેમને જણાવ્યું હતું કે મનપા દ્વારા ટોલનાકું શહેરથી બહાર રાખવા પત્ર લખવામાં આવ્યો હતો. પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા મનપાને પણ હકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી, ત્યારે લોકો પર આ બોજ હટાવવા માટે પોરબંદરના ધારાસભ્ય તથા કેન્દ્રીય મંત્રી વ્યક્તિગત રસ લઈ પ્રયાસો કરે તેવી માગ ઉઠી છે.

પોરબંદર વનાણા ટોલ નાકા મુદ્દે આર.ટી.આઈ.એક્ટિવિસ્ટ દિનેશ માંડવીયાએ નેશનલ હાઈવે ઓથોરીટીમાં વિગતો માગી હતી. તેમાં સ્પષ્ટ કહ્યું હતું કે, 10 કિલોમીટરની હદની આસપાસ ટોલનાકું ન આવવું જોઈએ, આ ઉપરાંત બે ટોલનાકા વચ્ચે ઓછામાં ઓછું 60 કિલોમીટરનું અંતર હોવું જરૂરી છે. તેમ છતાં કમિશ્નર વનાણા ટોલનાકા મુદ્દે કેમ કડક એક્શન લેતા નથી, તેવા સવાલો ઉઠાવી પોરબંદરના મંત્રીઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
વનાણા ટોલનાકા મુદ્દે મનપા કમિશનરે જણાવ્યું હતું કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હકારાત્મક જવાબ ન આવતા મનપાના ડેવલોપમેન્ટ પ્લાન અંતર્ગત રસ્તા બનાવવામાં આવશે, જેમાં વનાણા નજીકના ગામોથી પોરબંદરના લોકો નવા રસ્તામાંથી પસાર થઈ ટોલમાંથી મુક્તિ મળી શકે તે પ્રકારનું આયોજન ચાલી રહ્યું છે.


