E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : ગાડી વેચાણ લીધા પછી લોનના હપ્તા ભરપાઇ નહીં કરી છેતરપિંડી

Vadodara : ગાડી વેચાણ લીધા પછી લોનના હપ્તા ભરપાઇ નહીં કરી છેતરપિંડી

વેચાણ કરાર કરીને લોનના  હપ્તા ભરપાઇ કરવાનું કહીને કાર લઇ ગયા પછી આરોપીએ હપ્તા પણ ભર્યા નહતા તેમજ ગાડી  પણ પરત આપી નહતી. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ન્યુ વી.આઇ.પી.રોડ ખોડિયારનગરમાં રહેતા ભૂષણ રવિન્દ્રભાઇ બાગુલ ફરાસખાનાનો વેપાર કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારી માતાના નામ પર મેં મહીન્દ્રા ફાઇનાન્સમાંથી લોન પર કાર ખરીદી હતી. બીમારીમાં લોનના  હપ્તા ભરપાઇ નહીં થતા મેં કાર વેચવાનું નક્કી કર્યું હતું. મારા ઓળખીતા મારફતે ગબરસિંગ સરદારજી સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, ગાડીના બાકી  રહી ગયેલા હપ્તા, પેનલ્ટી ૧૫ દિવસમાં અને બાકીની લોન ત્રણ મહિનામાં  પૂરી કરી દેવાનું કહ્યું  હતું. તેઓ વેચાણ કરાર કરીને સપ્ટેમ્બર – ૨૦૨૫ માં કાર મારા ઘરેથી લઇ ગયા હતા. ત્યારબાદ ગબરસિંગ જગસિંગ સિકલીગરે (રહે. શિકોતરનગર, કોતર તલાવડી, માંજલપુર) રૃપિયા ભરપાઇ કર્યા નહતા. તેમજ ગાડી પણ પરત આપી નથી. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments