ટીવી સીરિયલ નાગિનમાં બેલાનું પાત્ર ભજવનાર અભિનેત્રી સુરભી જ્યોતિ ટૂંક સમયમાં બાળકની અપેક્ષા રાખી રહી છે. અભિનેત્રીએ તેના ફેન્સ સાથે આ ખુશખબર શેર કરી છે.ટેલિવિઝન જગતમાંથી એક ખુશખબર સામે આવી છે. ટીવીની લોકપ્રિય અભિનેત્રી સુરભિ જ્યોતિએ લગ્નના બે વર્ષ બાદ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. આ સમાચાર સાંભળતા જ તેમના ફેન્સ ખૂબ ખુશ થઈ ગયા છે. સુરભિએ સોશિયલ મીડિયા દ્વારા આ સારા સમાચાર શેર કર્યા છે.
સુરભિ જ્યોતિએ પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સુંદર તસવીર પોસ્ટ કરી છે. તસવીરમાં એક બાજુ તેમના પતિના પગ, બીજી બાજુ સુરભિના પગ અને વચ્ચે નાનકડા બેબીના શૂઝ મૂકેલા દેખાઈ રહ્યા છે. આ ફોટો સાથે તેણે કેપ્શનમાં પહેલા ઓમ લખ્યું અને પછી લખ્યું, અમારું સૌથી સુંદર એડવેન્ચર શરૂ થવાનું છે. નાનકડું બેબી આ જૂનમાં દુનિયામાં આવવાનું છે.

સુરભિએ આ ખુશીના સમાચાર શેર કર્યા, તેમ જ તેમના પોસ્ટ પર અભિનંદનોનો વરસાદ શરૂ થઈ ગયો. તેની મિત્ર અભિનેત્રી મૌની રોય અને અનીતા હસનંદાની સહિત ઘણા સેલેબ્સે તેમને શુભકામનાઓ પાઠવી. ફેન્સે પણ કમેન્ટ્સમાં પોતાની ખુશી વ્યક્ત કરી. છેલ્લા થોડા સમયથી સુરભિ સોશિયલ મીડિયા પરથી દૂર હતી, જેના કારણે ફેન્સ તેમના જૂના પોસ્ટ્સ પર પૂછતા હતા કે તેઓ ક્યાં છે. હવે તેણે પોતે જ ખુલાસો કરી દીધો કે તે કેમ એક્ટિવ નહોતી.
સુરભિ જ્યોતિ ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી છે. તેણે કુબૂલ હૈ, નાગિન, ગુનાહ અને કોઈ લૌટ કે આયા હૈ જેવા લોકપ્રિય સિરિયલ્સમાં કામ કર્યું છે. ખાસ કરીને કુબૂલ હૈને દર્શકો તરફથી ભારે પ્રેમ મળ્યો હતો. તેમની વ્યક્તિગત જિંદગીની વાત કરીએ તો તેમણે વર્ષ 2024માં સુમિત સૂરી સાથે લગ્ન કર્યા હતા. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતા અને તેમની લગ્ન વિધિ નૈનીતાલમાં યોજાઈ હતી.


