E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGandhinagarGandhinagar : દૈનિક કામના કલાકોની મર્યાદા 10 કલાક કરાઈ, જાણો ઓવરટાઈમ...

Gandhinagar : દૈનિક કામના કલાકોની મર્યાદા 10 કલાક કરાઈ, જાણો ઓવરટાઈમ કામના કેટલા કલાકો થયા?

વિધાનસભામાં શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રાજ્યપત્રમાં અગાઉ પ્રસિદ્ધ થયેલા ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમનું સુધારા વિધેયક આજે રજૂ કરવામાં આવ્યું હતું.જેને ગૃહના સભ્યો દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.

વિધાનસભામાં શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રાજ્યપત્રમાં અગાઉ પ્રસિદ્ધ થયેલા ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમનું સુધારા વિધેયક આજે રજૂ કરવામાં આવ્યું હતું.જેને ગૃહના સભ્યો દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમ 2019માં કામદારોની કામની સ્થિતિમાં સુધારો કરવા,સ્ત્રીઓ માટે નોકરીની વધુ તકો ઊભી કરવા, ધંધો કરવા માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવા, વર્ષમાં 365 દિવસ સંસ્થા ચલાવવાની અને સંસ્થા ખોલવાના અને બંધ કરવાના સમયની સ્વતંત્રતાનો, સ્ત્રીઓને પૂરતી સુરક્ષા અને સલામતીની જોગવાઇઓ સાથે રાતપાળી દરમિયાન કામ કરવાની પરવાનગી, ઓનલાઇન રજિસ્ટ્રેશન જેવી વિવિધ જોગવાઇ કરવામાં આવી છે.

મંત્રી બાવળીયાએ કહ્યું હતું કે,આજના આધુનિક સમયની માંગ મુજબ અને ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ અંતર્ગત તેમજ રાજ્યની બદલાતી જતી સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓને અનુરૂપ શ્રમયોગીઓ, વેપારીઓ, માલિકો તથા પ્રજાજનો એમ તમામના હિતોનો તટસ્થ રીતે વિચાર કરીને ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમ, 2019માં સુધારો કરવા અંગેનું વિધેયક લાવવામાં આવ્યું છે.આ સુધારાથી કાયદો લાગુ કરવાની જોગવાઈમાં અગાઉ 10 કે તેથી વધારે કામદારોને બદલે હવે 20 કે તેથી વધારે કામદારો ધરાવતી દુકાનો અને સંસ્થાઓને આ કાયદો લાગુ પડશે. આમ, જે દુકાનો અને સંસ્થાઓમાં 20થી ઓછા શ્રમયોગીઓ–કર્મચારીઓ કામ કરતા હોય તેવી દુકાનો અને સંસ્થાઓએ આ કાયદા હેઠળ નોંધણી કરાવવી જરૂરી નથી, પરંતુ ઓનલાઈન જાણ કરવાની રહેશે. જેના પરિણામે હજારો નાના વેપારીઓ, સ્ટાર્ટ-અપ્સને આગળ વધવામાં વેગ મળશે.

મંત્રી બાવળીયાએ કહ્યું હતું કે,સંસ્થાઓના કામકાજના કલાકોમાં વધારો કરવાથી ગ્રાહક સુવિધામાં વધારો થશે. આમ, આર્થિક પ્રવૃત્તિને વેગ મળે અને દેશના આર્થિક વિકાસમાં વધારો કરવાના આશયથી આ સુધારાથી દૈનિક કામના કલાકોની મર્યાદામાં 9 કલાકથી વધીને 10 કલાક કરવામાં આવ્યું છે.આ ઉપરાંત સળંગ કામના કલાકોની મર્યાદા પણ 5 કલાકથી વધીને 6 કલાક કરવામાં આવી છે. આ ઉપરાંત ઓવરટાઇમ કામ કરવાની મહત્તમ મર્યાદા, ત્રણ મહિનામાં કુલ ૧૨૫ કલાક હતી,જે હવેના સુધારામાં વધારીને કુલ 144 કલાક કરવામાં આવી છે, જેનાથી ઉત્પાદકતામાં વધારો થશે.ઉત્પાદકતામાં વધારો થવાથી દુકાનદારોના નફામાં વધારો થતાં,શ્રમયોગીઓની નફામાં સહભાગિતા વધશે અને તેમની આર્થિક સુખાકારીમાં વધારો થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments