E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaNational : વડાપ્રધાન મોદી ઇઝરાયેલનાં બે દિવસનાં પ્રવાસે

National : વડાપ્રધાન મોદી ઇઝરાયેલનાં બે દિવસનાં પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયેલનાં બે દિવસનાં પ્રવાસે જશે. તેનો હેતુ અમેરિકા અને ઇરાનની વચ્ચે બગડતા સંબધો સહિત મિડલ ઇસ્ટમાં ચાલી રહેલી તંગદિલી વચ્ચે  સંરક્ષણ અને વેપાર ક્ષેત્રમાં પરસ્પર સહકારને મજબૂત કરવાનો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરૃવારે બંને વડાપ્રધાનોની વચ્ચે ડેલિગેશન લેવલની વાતચીતમાં સંરક્ષણ અને સુરક્ષા મુદ્દે સહકાર વધારવા અંગે ચર્ચા કરવામાં આવશે.

મોદીના કાર્યક્રમોમાં ઇઝરાયેલની સંસદમાં સંબોધન કરવું, પોતાના ઇઝરાયેલી સમકક્ષ બેન્જામિન નેતનયાહુની સાથે અનેક મુદ્દાઓ પર મંત્રણા કરવી, પ્રમુખ આઇઝેક હર્ઝોગની સાથે એક બેઠકનો સમાવેશ થાય છે.

ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ પ્રવાસ બંને દેશોની વચ્ચે ઉંડી અને લાંબા સમયથી ચાલી રહેલી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.નેતનયાહુ બુધવારે વડાપ્રધાન મોદી એક પ્રાઇવેટ ડિનરની યજમાની કરવાનાં છે. ઉલ્લેખનીય છે કે નેતનયાહુ જાન્યુઆરી, ૨૦૧૮માં ભારત આવ્યા હતાં. ભારત અને ઇઝરાયેલની વચ્ચે વિજ્ઞાાન અને ટેકનોલોજી, ઇનોવેશન, ડિફેન્સ અને સિક્યોરિટી, ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, ખેતી, પાણી અને લોેકોની વચ્ચે સંબધોમાં મજબૂત સહકારની સાથે એક મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી છે.

મંત્રણા દરમિયાન બંને દેશોનાં વડાપ્રધાન ગાઝા સહિત મિડલ ઇસ્ટની વર્તમાન સ્થિતિ અંગે પણ ચર્ચા કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જૂનમાં ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે લડાઇ શરૃ થયા પછી નેતનયાહુ અને મોદીએ બે વખત ફોન પર વાત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments