ડાયાબિટીસ એક એવી સ્થિતિ છે જેમાં ખાણી-પીણી પર વિશેષ ધ્યાન આપવું પડે છે. સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓને જમીનની અંદર ઉગતા કંદમૂળથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. જોકે, બટાકાને લઈને લોકોમાં હંમેશા ડર રહે છે. પરંતુ શું તમે જાણો છો કે, શક્કરિયા ડાયાબિટીસમાં બટાકા કરતા વધુ સુરક્ષિત વિકલ્પ સાબિત થઈ શકે છે? નિષ્ણાતોના મતે, યોગ્ય રીતે તેનું સેવન કરવામાં આવે તો તે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે.
ભારતમાં ડાયાબિટીસ બીમારીના દર્દીમાં વધારો થઈ રહ્યો છે. ટાઈપ-1 હોય કે ટાઈપ-2 બંને દર્દી માટે જોખમી છે. આ બીમારીમાં સંપૂર્ણપણે નિદાન થતું નથી પરંતુ પરેજી પાળી બ્લડ સુગર નિયંત્રણમાં રાખવામાં આવે છે. દેશમાં લાખો લોકો ડાયાબિટીસથી પીડાય છે અથવા તેમને બ્લડ સુગર અનિયંત્રિત છે. ડાયાબિટીસનું નિદાન થયા બાદ દર્દીને આહારમાં ધ્યાન તેમજ હળવી શારીરિક પ્રવૃતિ કરવાનું ડોક્ટર દ્વારા સૂચન કરાય છે. ડાયાબિટીસના દર્દીને સૌથી મૂંઝવતો પ્રશ્ન રહે છે ખોરાકમાં શું ખાવું. ખાસ કરીને જે લોકોને બટાકા અને શક્કરિયા વધુ પસંદ છે તેમના માટે આ બીમારી મોટો કોયડો બને છે.

બટાકાને અવારનવાર ડાયાબિટીસના દુશ્મન માની લેવામાં આવે છે, પરંતુ દરેક બટાકા એકસરખા હોતા નથી. ભારતમાં બટાકાની ઘણી જાતો ઉગાડવામાં આવે છે અને દરેક જાતની શરીર પર અસર અલગ હોઈ શકે છે. કેટલીક જાતોમાં એવું સ્ટાર્ચ હોય છે જે ધીમે ધીમે તૂટે છે, જેનાથી સુગર ઝડપથી વધતી નથી.
સંશોધન દર્શાવે છે કે, યોગ્ય જાત અને યોગ્ય રીતે રાંધવામાં આવેલા બટાકા મર્યાદિત માત્રામાં નુકસાનકારક હોતા નથી. સમસ્યા ત્યારે થાય છે જ્યારે બટાકાને તળીને અથવા વધુ મસાલા સાથે ખાવામાં આવે છે. બાફેલા બટાકા પણ જો જરૂરિયાત કરતા વધુ ખાવામાં આવે તો સુગર વધારી શકે છે, કારણ કે તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ હાઈ હોય છે. જોકે, બાફીને ઠંડા કરેલા બટાકા થોડા વધુ સારા માનવામાં આવે છે, કારણ કે તેમાં રહેલા સ્ટાર્ચનું સ્તર બદલાઈ જાય છે.
હવે વાત કરીએ શક્કરિયાની, જેને લોકો અવારનવાર ડાયાબિટીસ માટે સુરક્ષિત માને છે. શક્કરિયા મીઠા જરૂર હોય છે, પરંતુ તેની મીઠાશની અસર શરીર પર અલગ રીતે પડે છે. તેમાં ફાઈબરની માત્રા વધુ હોય છે, જે સુગરને ધીમે ધીમે લોહીમાં ભળવા દે છે. આ જ કારણ છે કે, તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ બટાકાની સરખામણીમાં ઓછો રહે છે.
આ સિવાય શક્કરિયામાં વિટામિન એ, વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, જે શરીરના કોષોને નુકસાનથી બચાવે છે અને ઇન્સ્યુલિનની અસરને સુધારી શકે છે. આયુર્વેદમાં પણ શક્કરિયાને ઉર્જા આપનારા અને પાચન માટે પ્રમાણમાં સંતુલિત માનવામાં આવ્યા છે, જો તેનું યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે તો.
વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર, જો કોઈ વ્યક્તિની પ્રાથમિકતા બ્લડ સુગરને નિયંત્રિત રાખવાની છે, તો શક્કરિયા થોડો વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. પરંતુ વધુ માત્રામાં ખાવા પર આ કાર્બોહાઈડ્રેટ સુગર વધારી શકે છે. તો બીજી તરફ, બટાકાને સંપૂર્ણપણે છોડી દેવા પણ જરૂરી નથી. જો બટાકા બાફેલા હોય, તો તેને શાકભાજી અને દાળ સાથે સંતુલિત માત્રામાં ખાઈ શકાય છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )