E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratVadodara : છાણીના ભાથુજી મહારાજ અને મહાકાળી માતાના મંદિરમાં ચોરી,ત્રણ ચોરો ત્રાટક્યા

Vadodara : છાણીના ભાથુજી મહારાજ અને મહાકાળી માતાના મંદિરમાં ચોરી,ત્રણ ચોરો ત્રાટક્યા

છાણી ગામના બે મંદિરમાં ત્રાટકેલા ચોરો રોકડ અને માતાજીની તલવાર જેવી ચીજો ચોરી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

છાણીના બારિયા વગામાં રહેતા રાકેશભાઇ પરમારે પોલીસને કહ્યું છે કે,અમારી નજીકમાં આવેલા વીર ભાથુજી મહારાજના મંદિર તેમજ મહાકાળી માતાના મંદિરમાં પરોઢિયે ચારેક વાગ્યા પહેલાં ત્રણ ચોરો દરવાજાનું તાળું તોડી ત્રાટક્યા હતા.

ચોરો ભાથુજી મહારાજના મંદિરમાંથી દાનપેટી ચોરી ગયા હતા.જેમાં રૃ.૧૦ હજાર જેટલી રોકડ રકમ હતી.ત્યારબાદ તેઓ માતાજીના મંદિરમાંથી ૨૦ વર્ષ જૂની લોખંડની માતાજીની તલવાર અને પિત્તળની પાદુકા ચોરી ગયા હતા.આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થતાં છાણી પોલીસે ત્રણ ચોરોની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments