E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratSurendranagar : લખતરના કડુ નજીક નર્મદા કેનાલ પાસે ફરી 2 અજગર દેખાયા

Surendranagar : લખતરના કડુ નજીક નર્મદા કેનાલ પાસે ફરી 2 અજગર દેખાયા

લખતર તાલુકાના કડુ ગામ પાસે રાત્રિના સમયે કળમ ગામના પુલ પાસે છેલ્લા ત્રણ દિવસમાં ફરી એકવાર એક સાથે બે વિશાળકાય અજગર જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.

લખતરના કળમ ગામના સ્થાનિક રહીશ રિવારની રાત્રીએ ડમ્પર લઈને કડુથી કળમ જઈ રહ્યા હતા. તે સમયે નર્મદા કેનાલના પુલ પર રાત્રિના સમયે એક સાથે બે અજગર જોવા મળતા  ચાલકે પોતાનું ડમ્પર ઉભુ રાખ્યું હતું. ડમ્પરનો અવાજ આવતા અજગર અંધારામાં પ્લાયન થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ અગાઉ પણ કડુ નજીક અજગર જોવા મળ્યો હતો. તાલુકામાંથી પસાર થતી નર્મદા વિભાગની મુખ્ય નહેરના પ્રવાહમાં અજગર જેવા શરીરસૃપ જીવો તણાઈને આવતા હોય છે. જે પાણીમાંથી બહાર નીકળી સીમ વિસ્તારમાં આવી જાય છે ત્યારે અવાર નવાર કડુ ગામની આસપાસમાં જોવા મળતા અજગરને રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડવાની માંગ ઉઠવા પામી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments