સુરતમાં મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થિનીના મૃતદેહ મળ્યા છે અને આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી આ વિદ્યાર્થિનીના મૃતદેહ મળી આવ્યા છે. વિદ્યાર્થિનીઓ કોલેજ જવા નીકળ્યા બાદ ગુમ હતી અને બાથરૂમમાંથી મૃતદેહ મળી આવ્યા છે અને મોતનું કારણ પોલીસ તપાસ બાદ સામે આવશે, સુરત પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી આ મૃતદેહ મળી આવ્યા છે. બન્ને મૃતક વિધાર્થીનીઓ ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી હતી, 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જોસના અતુલ ચૌધરી સવારે કોલેજ જવા નીકળ્યા બાદ ગુમ થઈ હતી અને પરત ન ફરતા પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા અને આજે મૃતદેહ મળી આવ્યો હતો.

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતદેહનું પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, તો પોલીસ અધિકારીનું કહેવું છે કે, મંદિરના તમામ CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા છે. લગભગ સવા સાત વાગ્યાના અરસામાં બંને યુવતીઓ મંદિરમાં પ્રવેશ કરે છે અને 7:30 વાગ્યે તેઓ બાથરૂમ તરફ જાય છે.


