E-Paper
Wednesday, March 11, 2026
E-Paper
HomeGujaratGujarat : અમદાવાદના કરોડોના છેતરપિંડી કેસમાં છેલ્લા ૧૦ મહિનાથી ફરાર આરોપીને રાજકોટ...

Gujarat : અમદાવાદના કરોડોના છેતરપિંડી કેસમાં છેલ્લા ૧૦ મહિનાથી ફરાર આરોપીને રાજકોટ ગ્રામ્ય LCBએ ઉપલેટાથી દબોચ્યો

અમદાવાદ શહેરના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રૂ. ૧૩,૫૬,૦૫,૫૭૮/- ની માતબર રકમના વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં છેલ્લા ૧૦ મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે.

રાજકોટ રેન્જ આઈ.જી.પી. અશોક કુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધીક્ષક વિજય સિંહ ગુર્જર દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે આપવામાં આવેલી સૂચના અન્વયે, LCB પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એક ખાસ ટીમ કાર્યરત હતી.

LCB ની ટીમ જ્યારે ઉપલેટા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ વરૂ અને મનદીપસિંહ જાડેજાને ટેકનિકલ સોર્સ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે કરોડોની છેતરપિંડીનો આરોપી ઉપલેટાના કોલકી ગામે છુપાયો છે. આ બાતમીના આધારે ટીમે દરોડો પાડી નવનીતભાઈ રમેશભાઈ રબારી (ઉં.વ. ૩૬, રહે. પાનેલી રોડ, કોલકી ગામ, તા. ઉપલેટા) ને દબોચી લીધો હતો. આરોપી વિરુદ્ધ અમદાવાદમાં આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૦૯, ૧૨૦(બી) મુજબ ગુનો નોંધાયેલ છે.

આ સફળ કામગીરીમાં LCB પી.આઈ. વી.વી. ઓડેદરાની રાહબરી હેઠળ પી.એસ.આઈ. એચ.સી. ગોહિલ, કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ તથા એ.એસ.આઈ. અનીલભાઈ બકોડીયા, બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, ભાવેશભાઈ ચાવડા સામેલ હતા. આ ઉપરાંત હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ વરૂ, રમણીકભાઈ મકવાણા, ધર્મેશભાઈ ચાવડા, અર્જુનભાઈ ડવેરા, અરવિંદસિંહ જાડેજા, રસીકભાઈ જમોડ, મનદીપસિંહ જાડેજા તેમજ કોન્સ્ટેબલ ભરતભાઈ ગમારા, શક્તિસિંહ ઝાલા, ઈશિતભાઈ માણાવદરીયા, નિકુંજભાઈ સીતપરા, શક્તિસિંહ જાડેજા અને અબ્દુલભાઈ શેખે જહેમત ઉઠાવી હતી. ઝડપાયેલા આરોપીને આગળની કાર્યવાહી માટે ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે, જ્યાંથી અમદાવાદ પોલીસ તેનો કબજો મેળવશે.

REPOTER : સુરેશ ભાલીયા જેતપુર,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments