જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન બાદ આવતીકાલે ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાસે સીડીએસ બીપીન રાવત અન્ડરબ્રિજ ઉપરના ૩પ૦ ઝૂંપડાંઓનું ડિમોલિશન કરાશે તેમ રેલ્વે પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા ઘણાં સમયથી રેલ્વેની આ જગ્યા પર ડિમોલિશન માટેની પ્રક્રિયા થઈ રહી છે. જે સંદર્ભે નોટીસો પણ આપવામાં આવી હતી. છેલ્લી નોટીસ ગઈ તા.૧૧મી ફેબુ્રઆરીએ આપવામાં આવી હતી. તે પહેલાં પણ નોટીસો આપવામાં આવી હતી.
આખરે આવતીકાલે ડિમોલિશન કરવાનો તંત્રએ નિર્ણય લીધો છે. ડિમોલિશન વખતે રેલ્વે પોલીસ સાથે આરપીએફ, માલવિયાનગર પોલીસ અને ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પણ હાજર રહેશે.


