“રામાયણ” ફિલ્મના રણબીર કપૂર અને માતા સીતા તરીકે સાઈ પલ્લવીના સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા વાયરલ થયા હતા. રામની ભૂમિકા ભજવનાર અભિનેતા આશિષ શર્માએ આ વાતનો ખુલાસો કર્યો કે આ ફોટા વાસ્તવિક નથી.
રણબીર કપૂરની ફિલ્મ “રામાયણ” આજકાલ સમાચારમાં છે. આ ફિલ્મ મોટા પાયે બની રહી છે અને તેમાં ઘણા જાણીતા સ્ટાર્સ જોડાયેલા છે. આ જ કારણ છે કે ચાહકો ફિલ્મ સાથે જોડાયેલી દરેક વિગતો પર નજર રાખી રહ્યા છે. હવે, નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ભગવાન રામ તરીકે રણબીર કપૂર અને માતા સીતા તરીકે સાઈ પલ્લવીના સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા વાયરલ થયા હતા. આ ફોટાએ ચાહકોમાં ઘણી ચર્ચા જગાવી હતી, પરંતુ પછીથી જાણવા મળ્યું કે આ ફોટા વાસ્તવિક નહીં પણ નકલી હતા. રામની ભૂમિકા ભજવનાર અભિનેતા આશિષ શર્માએ આ વાતનો ખુલાસો કર્યો હતો.
“રામાયણ” ફિલ્મને લઈને ફેન્સમાં ઉત્સુકતા છે. આ જ વિષય પર સમયાંતરે અનેક ટીવી શો પણ બન્યા છે. ટીવી અભિનેતા આશિષ શર્મા કે જેમણે 2015-16ના ટીવી શો “સિયા કે રામ” માં ભગવાન રામની ભૂમિકા ભજવી હતી. “રામાયણ” ફિલ્મના રણબીર અને સાઈ પલ્લવીના ફર્સ્ટ લુક લીક થવા પર આશિષ શર્માએ ખુલાસો કર્યો. આ ફોટા વાસ્તવિક નથી પરંતુ AI જનરેટેડ છે. અભિનેતાએ કહ્યું કે સોશિયલ મીડિયા પર જે ફોટો વાયરલ થયા છે તે ખરેખર તેમના શોનો એક એડિટેડ ફોટો હતો.

આર્શિષ શર્માએ ફોટો નકલી હોવાની સાબિતી પણ આપી. તેમણે લખ્યું, “આ રહ્યો, બીજો ‘ઓરિજિનલ’ લીક થયેલો ફોટો. AI મારા વાળ પણ બદલી શક્યું નહીં.” તેમણે “સિયા કે રામ” માંથી ઓરિજિનલ ફોટો પણ પોસ્ટ કર્યો, જે સ્પષ્ટ કરે છે કે વાયરલ ફોટો ડિજિટલી બદલાયેલો હતો. સ્ટાર પ્લસનો શો “સિયા કે રામ” સીતાના પરિપ્રેક્ષ્યમાં રામાયણની વાર્તાને ફરીથી કહે છે. મદિરાક્ષી મુંડલે આશિષ શર્મા સાથે સીતાનું પાત્ર ભજવે છે. કરણ સુચક લક્ષ્મણ, કાર્તિક જયરામ રાવણ અને ડેનિશ અખ્તર સૈફી હનુમાનનું પાત્ર ભજવે છે.
ઉલ્લેખનીય છે કે દિગ્દર્શક નિતેશ તિવારીની ફિલ્મ “રામાયણ” બે ભાગમાં બની રહી છે. પહેલો ભાગ દિવાળી પર રિલીઝ થવાનો છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી સીતા, યશ રાવણ, રવિ દુબે લક્ષ્મણ અને સની દેઓલ હનુમાન તરીકે કામ કરશે. આ ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક હોવાનું કહેવાય છે.


