વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્યના શહેરી વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે જો નિર્દોષ લોકોના મકાનો તોડાયા હોય તો તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર આપવાના મુદ્દે સરકાર વિચારણા કરી શકે છે.રાજકોટના જંગલેશ્વર ડીમોલેશન મામલે રાજ્ય સરકાર તરફથી મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્યના શહેરી વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે જો નિર્દોષ લોકોના મકાનો તોડાયા હોય તો તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર આપવાના મુદ્દે સરકાર વિચારણા કરી શકે છે.
આ મુદ્દે કોંગ્રેસના સભ્ય દ્વારા ગૃહમાં સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે જંગલેશ્વર વિસ્તારમાં ડીમોલેશન દરમિયાન જે લોકો નિર્દોષ રીતે અસરગ્રસ્ત બન્યા છે, તેમને સરકાર તરફથી શું રાહત આપવામાં આવશે. તેના જવાબમાં શહેરી વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે જરૂર પડ્યે સરકાર વિચારણાને આધિન નિર્ણય કરશે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મોટા પાયે મકાનોના નિર્માણની પ્રક્રિયા ચાલી રહી છે. સરકાર દ્વારા ગુજરાતમાં કુલ ૯ લાખ ૫૭ હજાર મકાનોને મંજુરી આપવામાં આવી છે. જેમાંથી અત્યાર સુધીમાં ૯ લાખ ૧૫ હજાર મકાનોનું નિર્માણ પૂર્ણ થયું હોવાનું ગૃહમાં જણાવાયું હતું.વિપક્ષ દ્વારા પૂછાયેલા પેટા પ્રશ્નમાં ખાસ કરીને જંગલેશ્વર વિસ્તારમાં ડીમોલેશન બાદ ઘરવિહોણા બનેલા લોકોને આવાસ યોજનાનો લાભ આપવાની માંગ કરવામાં આવી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દે સંવેદનશીલ છે અને જરૂર પડશે તો નિયમો મુજબ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.


