HomeGujaratRajkotRajkot : જેતપુરનો સાડી ઉદ્યોગ હવે ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની ઝપટે...

Rajkot : જેતપુરનો સાડી ઉદ્યોગ હવે ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની ઝપટે ચડી ગયો, રો મટીરીયલની ભારે અછત

જેતપુરનો સાડી ઉદ્યોગ હવે ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની ઝપટે ચડી ગયો છે.સાડી ઉદ્યોગમાં વપરાતા પ્રિન્ટિંગ માટેના કલર, ફિનીશીંગ માટેના કેમિકલ્સ, પેકિંગ મટિરિયલ તેમજ ગેસ, કોલસા જેવા તમામ પ્રકારના પેટ્રોલિયમ ઉત્પાદનોના વીસ ટકાથી લઈને સો ટકા જેટલો ભાવ વધારો થ

જેતપુરનો સાડી ઉદ્યોગ હવે ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની ઝપટે ચડી ગયો છે.સાડી ઉદ્યોગમાં વપરાતા પ્રિન્ટિંગ માટેના કલર, ફિનીશીંગ માટેના કેમિકલ્સ, પેકિંગ મટિરિયલ તેમજ ગેસ, કોલસા જેવા તમામ પ્રકારના પેટ્રોલિયમ ઉત્પાદનોના વીસ ટકાથી લઈને સો ટકા જેટલો ભાવ વધારો થયો તેમ છતાં પણ રો મટીરીયલ્સની અછત સર્જાતા સીધી રીતે એંસી હજાર અને આડકતરી રીતે ત્રણ લાખ લોકોને રોજીરોટી આપતા આ ઉદ્યોગ તાળાં લાગવાની કગાર પર આવી ગયો છે.

પેટ્રોલિયમ પેદાશોથી ચાલતા ઉદ્યોગોમાં પેટ્રોલિયમના રો મટીરીયલ્સના ભાવમાં થયેલ ભયંકર ઉછાળાથી ઉદ્યોગો ખૂબ મોટા આર્થિક બોજ હેઠળ આવી ગયા છે.ભાવ વધારો છતાંય રો મટીરીયલ્સની અછતને કારણે ઉદ્યોગોને તાળાં મારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેતપુર પણ ઔદ્યોગિક શહેર છે અહીંનો સાડી ઉદ્યોગ વિશ્વ કક્ષાએ છવાયેલ છે અહીંના ઉદ્યોગના પ્રિન્ટિંગની વિવિધ આઈટમ આફ્રિકન ખંડમાં એક્સપોર્ટ થાય છે.સાડી ઉદ્યોગમાં વપરાતું તમામ રો મટીરીયલ્સ પેટ્રોલિયમ પેદાશમાંથી બનતું હોય અને તેની અછત સર્જાતા ચિંતાનો વિષય બની ગયો છે.

આ અંગે ડાઇંગ એસોસિએશનના પ્રમુખ જેન્તીભાઈ રામોલિયાએ જણાવેલ કે, જેતપુરના કારખાનેદારો સાડી ઉદ્યોગમાં વપરાતા કાચા રો મટીરીયલ્સમાં વારેવારે ભાવ વધારા જેવી મુશ્કેલીઓની વચ્ચે પણ ગમે તેમ કરીને પ્રિન્ટિંગ એકમો ચાલુ રાખતા આવ્યા છે. કેમ કે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા 80 હજાર જેટલા કામદારો રોજગારી મેળવી રહ્યા છે.શહેર અને તાલુકામાં આ ઉદ્યોગની સાથે સીધી કે આડક્તરી રીતે સંકળાયેલા અનેક નાના મોટા આનુસંગીક ઉદ્યોગો અને વેપારીઓના ધંધા રોજગાર મેળવી રહ્યા છે.હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલતા યુદ્ધને કારણે ઉપર આ ઉદ્યોગ પર ગંભીર અસર પડી છે.

આ ઉદ્યોગમાં પ્રિન્ટીંગ મશીનોમાં વપરાતા એલપીજી કોમર્શીયલ ગેસ બોટલનો પુરવઠો મળતો બંધ થઈ ગયો છે. જેને કારણે નાના યુનિટો તો બંધ જ થઈ ગયા છે. તેમજ મોટાભાગના ટેક્ષટાઈલ એકમોમાં ઉત્પાદન ખુબ જ ઓછું થઈ ગયેલ છે. જેની સીધી અસર જેતપુર શહેરની ઈકોનોમી તેમજ હજારો લોકોના રોજગાર ઉપર અસર પડી રહી છે. સાડી ઉદ્યોગમાં નફાનો ગાળો બે થી પાંચ ટકા જેટલો જ છે એટલે કારખાનેદારો પંદર ટકાની ખોટ સહન કરવાનો વારો આવ્યો છે.ખાડીમાં ચાલતા ચાલતા યુદ્ધની અસર હવે જેતપુરના સાડી ઉદ્યોગને ઠપ્પ કરવા ઉપર લાવી દીધો છે. જો યુદ્ધ હવે અઠવાડિયું ચાલ્યું તો આખો સાડી ઉદ્યોગ બંધ થઈ જશે અને તેની સીધી અસર રોજગારી ઉપર પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments