HomeGujaratGir Somnath : ઉના દલિત અત્યાચાર કાંડમાં આરોપીઓને 5 વર્ષની કેદ, પરંતુ...

Gir Somnath : ઉના દલિત અત્યાચાર કાંડમાં આરોપીઓને 5 વર્ષની કેદ, પરંતુ 6 વર્ષથી જેલમાં હોવાથી મુક્ત થવાનો માર્ગ મોકળો

ઉના દલિત અત્યાચાર કાંડમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. વેરાવળ સેશન્સ કોર્ટના જજ પંડ્યા દ્વારા આ કેસના 5 આરોપીઓને વિવિધ કલમો હેઠળ દોષિત જાહેર કરી સજાની જાહેરાત કરવામાં આવી છે.સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલા ઉના દલિત અત્યાચાર કાંડમાં આખરે ન્યાયિક પ્રક્રિયાના અંતે કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. વેરાવળ સેશન્સ કોર્ટના જજ પંડ્યા દ્વારા આ કેસના 5 આરોપીઓને વિવિધ કલમો હેઠળ દોષિત જાહેર કરી સજાની જાહેરાત કરવામાં આવી છે.

કોર્ટે આરોપીઓને અલગ-અલગ કલમો હેઠળ સજા ફટકારી છે, જે તમામ એકી સાથે ભોગવવાની રહેશે.એટ્રોસિટી એક્ટ હેઠળ તમામ 5 આરોપીઓને 5 વર્ષની સજા.IPC 323 અને 324 હેઠળ 3 વર્ષની કેદની સજા.IPC 342 અને 504 હેઠળ 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે.તમામ આરોપીઓ પર ₹5,000 નો આર્થિક દંડ પણ લાદવામાં આવ્યો છે.

કોર્ટના આ આદેશમાં એક મહત્વપૂર્ણ પાસું એ પણ છે કે તમામ સજાઓ એકી સાથે ભોગવવાની રહેશે. આ કેસમાં જે આરોપીઓને 5 વર્ષની સજા થઈ છે, તેઓ છેલ્લા 6 વર્ષથી વધુ સમયથી જેલવાસ ભોગવી ચૂક્યા છે. કાયદાકીય જોગવાઈ મુજબ, આરોપીઓએ ફટકારવામાં આવેલી સજા કરતા વધુ સમય જેલમાં વિતાવ્યો હોવાથી હવે તેમની સજાની અવધિ પૂર્ણ થયેલી ગણાશે અને તેઓને જેલમાંથી મુક્ત કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments