HomeIndiaNational : Middle East Warને લઈને "રામાયણ" ફેમ અભિનેતા સુનિલ લહરીએ લોકોને...

National : Middle East Warને લઈને “રામાયણ” ફેમ અભિનેતા સુનિલ લહરીએ લોકોને શાંતિ રાખવા કરી અપીલ, ગેસ અને પેટ્રોલ બચાવવા આપી સલાહ

“રામાયણ” ફેમ અભિનેતા સુનિલ લહરીએ મધ્ય પૂર્વ યુદ્ધને લઈને ચિંતા વ્યક્ત કરી છે. અભિનેતા સુનિલ લહરીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં વિશ્વભરમાં વધતી જતી અશાંતિ અને યુદ્ધની તીવ્ર અસરના કારણે ભારત સહિત અનેક દેશોમાં અરાજકતાનો માહોલ ફેલાયો હોવાનું જણાવ્યું. આ વીડિયોમાં તેમણએ યુદ્ધની ગંભીર અસર અને લાંબા ગાળાના પરિણામ પર ચર્ચા કરી હતી. આ સાથે તેમણે સંઘર્ષની અસર ટાળવા લોકોને શાંત રહેવા અપીલ કરી.

મધ્યપૂર્વ યુદ્ધને લઈને અભિનેતા સુનિલ લહરીએ લોકોને ચેતવણી આપી કે વૈશ્વિક પરિસ્થિતિઓ ભારતમાં ઇંધણના ભાવ અને પુરવઠા શૃંખલા પર સીધી અસર કરી શકે છે. સુનીલે લોકોને આગળના આર્થિક પડકારોથી વાકેફ રહેવાની સલાહ આપી હતી. તેમજ યુદ્ધને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી. કારણ કે અફવાને હકીકત માની કયારેક લોકો અણસમજમાં સ્થિતિ વધુ તંગ કરી શકે છે.

સોશિયલ મીડિયામાં સુનિલ લહરીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સુનિલે લોકોને પ્રશ્ન કર્યો, કે આપણી સરકાર અન્ય દેશોમાં યુદ્ધો માટે કેવી રીતે જવાબદાર હોઈ શકે? આપણે કેવી રીતે સંડોવાયેલા? તેમણે કહ્યું, “હા, હું સંમત છું કે મધ્ય પૂર્વથી તેલ, ગેસ અને પેટ્રોલ આવવામાં કેટલાક વિલંબ થઈ રહ્યા છે, જે કિંમતોને નોંધપાત્ર રીતે અસર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો આપણે, કેટલાક બૌદ્ધિકોના પ્રભાવ હેઠળ, સરકારને દોષ આપવાનું શરૂ કરીએ, હડતાળ પર જઈએ અને બૂમો પાડવાનું શરૂ કરીએ, તો તેનો કોઈ ફાયદો થશે નહીં. ઉકેલ શોધવો વધુ સારું છે.”

અભિનેતાએ કહ્યું, “ગેસ સિલિન્ડર પહેલા એક મહિનો ચાલતા હતા, તેથી હવે તેમને દોઢ મહિના સુધી ચાલે તેવો પ્રયાસ કરો. ઓછા તેલમાં રાંધો, અને થોડો કાચો ખોરાક ખાઓ. આનાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે.” તેમણે પેટ્રોલ અને ડીઝલ બચાવવાની પણ સલાહ આપી. તેમણે કહ્યું, “અલગ અલગ વાહનો ચલાવવાને બદલે, એક જ દિશામાં મુસાફરી કરતા ત્રણ કે ચાર લોકોએ કાર અથવા બાઇક શેર કરવી જોઈએ. આનાથી ઇંધણની બચત થશે, તમારા પૈસા બચશે અને દેશને ફાયદો થશે. “તમારી બુદ્ધિનો ઉપયોગ કરો, ગેરમાર્ગે ન દોરો. તમારી અને તમારા પ્રિયજનોની સંભાળ રાખો. ખુશ રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. જય રામ જી.” કહી વીડિયોનું સમાપન કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments