HomeGujaratGujarat : શિવાલિક બાદ નંદાદેવી જહાજ વાડીનાર પહોંચ્યું

Gujarat : શિવાલિક બાદ નંદાદેવી જહાજ વાડીનાર પહોંચ્યું

ભારતમાં ગઈકાલે શિવાલિક જહાજ ગેસનો જથ્થો લઈને ગુજરાતના મુંદ્રા બંદરે આવી પહોચ્યું હતું. આ ઉપરાંત અન્ય એક ‘નંદદેવી’ જહાજ પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત પસાર થઇ ગયું અને આજે જામનગરના વાડીનાર બંદરે પહોંચી ગયું છે.

ગલ્ફ દેશોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતમાં ગેસ અને ક્રુડ ઓઈલ સહિતના પુરવઠાની ભારે તંગી સર્જાઈ છે. વિદેશમાંથી જથ્થો લઈને આવી રહેલા જહાજોને હોર્મુઝ સ્ટેટથી નીકળવામાં મુશ્કેલી સર્જાઈ છે. ત્યારે ભારતમાં ગઈકાલે શિવાલિક જહાજ ગેસનો જથ્થો લઈને ગુજરાતના મુંદ્રા બંદરે આવી પહોચ્યું હતું. આ ઉપરાંત અન્ય એક ‘નંદદેવી’ જહાજ પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત પસાર થઇ ગયું અને આજે જામનગરના વાડીનાર બંદરે પહોંચી ગયું છે.

જામનગરના વાડીનાર બંદર પર 46 હજાર મેટ્રીક ટન LPG ગેસનો જથ્થો લઈને નંદાદેવી જહાજ આવી પહોંચ્યું છે. આ જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ગુજરાતના વાડીનાર બંદર ખાતે આવી પહોંચ્યું છે. અગાઉ આ જહાજ ગેસના જથ્થા સાથે કંડલા બંદરે જવાનું હતું પરંતુ કોઈ કારણોસર તેને જામનગરના વાડીનાર બંદરે લાંગરવામાં આવ્યું છે. આજે વાડીનારથી અંદાજિત 10 નોટિકલ માઇલ દૂર તેને અનલોડિંગ કરાશે. આ ઉપરાંત હજી પણ એક જગ લાડકી નામનું જહાજ ગુજરાતના બંદર પર આવે તેવી શક્યતાઓ છે. બે જહાજો ગેસનો પુરવઠો લઈને ગુજરાત પહોંચ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments