અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા ઝડપવામાં આવેલી નકલી નોટોના કેસમાં યોગ ગુરૂ પ્રદીપનો સુરતમાં કામરેજના ધોરણ પારડી ખાતે આવેલો આશ્રમ વિવાદમાં આવ્યો છે. આ કેસમાં આશ્રમનું નામ ખૂલતાં જ લોકોમાં રોષ ફેલાયો છે.
અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા ઝડપવામાં આવેલી નકલી નોટોના કેસમાં યોગ ગુરૂ પ્રદીપનો સુરતમાં કામરેજના ધોરણ પારડી ખાતે આવેલો આશ્રમ વિવાદમાં આવ્યો છે. આ કેસમાં આશ્રમનું નામ ખૂલતાં જ લોકોમાં રોષ ફેલાયો છે. ગ્રામજનોએ આશ્રમને જમીનદોસ્ત કરવા માગ કરી છે. નાયબ મુખ્યમંત્રી અને ધારાસભ્ય પાસે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. આ આશ્રમમાં મોડી રાત સુધી મહિલાઓની અવરજવર રહેતી હતી. ગ્રામજનોએ આ આશ્રમમાં ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોવાનો આક્ષેપ કર્યો છે.

ગ્રામજનોનું કહેવું છે કે, જ્યારે પણ આશ્રમનો વિરોધ કરવામાં આવતો ત્યારે ધમકીઓ મળતી હતી. આશ્રમમાં રહેતી મહિલાઓ દ્વારા કોલ કરીને ધમકીઓ આપવામાં આવતી હતી. માનહાનીનો કેસ કરવા સુધીની ધમકીઓ આપી હતી. બીજી તરફ કોરોડોની નકલી નોટ કૌભાંડમાં મોટા ખુલાસા સામે આવ્યા છે. ઢોંગી બાબા પ્રદીપ જોટાંગિયાના પિતાએ દાદાગીરી કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ધોરણપારડી ગામના લોકોએ બાબાના પિતા પર ગંભીર આક્ષેપો કર્યા છે.
ગામના લોકોએ કહ્યું હતું કે, આ ઢોંગી પ્રદીપ બાબાના પિતા અમને ધમકાવે છે. પ્રદીપના નેતાઓ અને પોલીસ અધિકારીઓ સાથે સારા સંબંધો છે. આ આશ્રમમાં મહિલાઓ આવતી હતી. ત્યાં ખરાબ કામો થતા હોવાની પણ ગ્રામજનો દ્વારા આશંકા સેવાઈ છે. આ કૌભાંડ બહાર આવ્યા બાદ ધોરણપારડી ગામના લોકો 500ની નોટ લેતા નથી. જો કોઈ 500ની નોટ લે તો નંબર લખાવે છે.


