રણવીર સિંહની “ધુરંધર 2” બોક્સ ઓફિસ પર 800 કરોડની કમાણી સાથે ઐતિહાસિક સફળતા મેળવી રહી છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર ધુઆંધાર પ્રદર્શન કરી રહી છે છતાં ફિલ્મ પ્રતિબંધ કરવાની માગ ઉઠી.
“ધુરંધર 2” રિલીઝ થયા પછી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. રણવીર સિંહની “ધુરંધર 2” બોક્સ ઓફિસ પર 800 કરોડની કમાણી સાથે ઐતિહાસિક સફળતા મેળવી રહી છે. ફિલ્મનો લોકોમાં એટલો ક્રેઝ છે કે તેઓ થિયેટરમાં ફરી ફિલ્મ જોવા જઈ રહ્યા છે. “ધુરંધર 2” ધુઆંધાર પ્રદર્શન કરી રહી છે દરમિયાન વિરોધ પક્ષો અને કેટલાક વિવેચકો ફિલ્મને પોલિટિકલ પ્રોપગેન્ડા ગણાવી રહ્યા છે. એટલે જ આગામી દિવસોમાં તમિલનાડુમાં યોજાનાર ચૂંટણીમાં આ ફિલ્મ મતો પર અસર કરી શકે છે. તેવી આશંકાને લઈને તમિલનાડુની ચૂંટણી પહેલા રણવીર સિંહની “ધુરંધર 2″ની રિલીઝ અટકાવવાની માંગણીઓ થઈ રહી છે.
આદિત્ય ધર અને રણવીર સિંહની “ધુરંધર 2” શાનદાર પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મને કેટલાક લોકો પ્રોપગેન્ડા ફિલ્મ હોવાનું કહેતા પ્રતિબંધની માગ કરી રહ્યા છે. તમિલનાડુમાં ચૂંટણીના વાતાવરણ વચ્ચે ફિલ્મની રિલીઝ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ‘ધુરંધર 2’ રિલીઝ થયાને માત્ર પાંચ દિવસ થયા છે, અને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગણીઓ પહેલાથી જ કરવામાં આવી છે. મદ્રાસ હાઇકોર્ટમાં તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ પર તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં પ્રતિબંધ મૂકવાની માંગણી કરતી અરજી દાખલ કરવામાં આવી છે.

મદ્રાસ કોર્ટમાં શીલા નામના વકીલે રાજ્ય વિધાનસભા ચૂંટણી અંગે બેંચને અપીલ કરી હતી. વકીલે દલીલ કરી હતી કે ફિલ્મમાં ઊંડો રાજકીય પ્રભાવ છે અને તે મતદારોની લાગણીઓને પ્રભાવિત કરી શકે છે. તેમણે એવી પણ ચિંતા વ્યક્ત કરી હતી કે ફિલ્મની રાજકીય રીતે સંવેદનશીલ વાર્તા ચૂંટણીઓને અસર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે તમિલનાડુની ચૂંટણીમાં ભાજપ અને મમતા વચ્ચે ખરાખરીનો જંગ છે. “ધુરંધર 2″માં બતાવવામાં આવેલ બાબતો સરકાર તરફી હોવાનું વિવેચકો કહે છે. આ ફિલ્મની જો લોકો પર અસર થાય તો તમિલનાડુમાં ભાજપને સકારાત્મક પ્રતિસાદ મળી શકે છે. ચૂંટણી પહેલા આ ફિલ્મને પ્રોપગેન્ડા ગણાવી તેના પર પ્રતિબંધ મુકવાની માંગ ઉઠતા વિવાદ સર્જાયો છે.
19 માર્ચે રિલીઝ થયેલ ‘ધુરંદર: ધ રીવેન્જ “ને લઈને વિવાદ વકર્યો છે. તાજેતરમાં, તમિલનાડુમાં ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી, જેના કારણે મામલો મદ્રાસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. રણવીર સિંહની ફિલ્મની અસર ફક્ત બોલીવુડની ફિલ્મો પર જ નહીં હોલીવુડની ફિલ્મોમાં પણ દેખાઈ. “પ્રોજેક્ટ હેઇલ મેરી” ભારતમાં મુલતવી રાખવામાં આવી જયારે અક્ષય કુમારે પણ પોતાની ફિલ્મ ભૂત બંગલાની રિલીઝ પાછી ઠેલી. ‘ધુરંદર: ધ રીવેન્જ “નો લોકોમાં એટલો ક્રેઝ છે કે તેઓ ફરી ફિલ્મ જોવા થિયેટરમાં જઈ રહ્યા છે.


