નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આજનો દિવસ ઈતિહાસમાં સોનેરી દિવસ છે. UCC વિધાનસભા ગૃહમાં મૂકવા જઈ રહ્યા છે. 1947માં આઝાદી મળી. દેશમાં નિયમો સમાજ અને ધર્મ આધારિત રહ્યા છે. સૌથી વધુ નુકસાન માતા અને બહેનોને થયું છે.
ગુજરાત વિધાનસભાના સત્રનો આજે 22મો દિવસ છે. આજે ગૃહમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિકોડ સિવિલ કોર્ડ બિલ રજૂ કરવામાં આવશે. વિધાનસભામાં સાધુ સંતોનું આગમન થયું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ બીલ રજૂ થાય તે પહેલા જ એક્સ પર એક પોસ્ટ કરી હતી. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, આજે સમાન નાગરિક સંહિતા બિલ ગૃહમાં લાવીશ. સમાનતાનો સંકલ્પ અને સંવિધાનનું સન્માન છે.

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આજનો દિવસ ઈતિહાસમાં સોનેરી દિવસ છે. UCC વિધાનસભા ગૃહમાં મૂકવા જઈ રહ્યા છે. 1947માં આઝાદી મળી. દેશમાં નિયમો સમાજ અને ધર્મ આધારિત રહ્યા છે. સૌથી વધુ નુકસાન માતા અને બહેનોને થયું છે. દેશના તમામ લોકો માટે એક સરખા નિયમ લવાશે.ખૂબ મોટું રક્ષણ માતા બહેનોને મળશે.UCC કોઈ એક ધર્મ માટે નથી પણ બધા ધર્મ માટે સમાન છે. દેશમાં બીજા રાજ્ય તરીકે UCC લાવી રહ્યા છે. મુખ્યમંત્રીને હું ખૂબ અભિનંદન આપું છું.
ગુજરાત સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોર્ડ માટે 2025ની ચોથી ફેબ્રુઆરીએ કમિટીની રચના કરી હતી. આ કમિટીએ એક વર્ષમાં વિવિધ અભિપ્રાયો મેળવ્યા હતાં. ત્યાર બાદ તાજેતરમાં જ આ કમિટી દ્વારા મુખ્યમંત્રી નિવાસ સ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ અંગેનો ફાઈનલ રિપોર્ટ સોંપ્યો હતો. આ અંગે કામકાજ સલાહકાર સમિતીની બેઠક પણ મળી હતી. હવે આ બિલ રજૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. વિધાનસભામાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ બિલ રજૂ કરવામાં આવશે.


