HomeSportsSports : આર્યમાન બિરલાએ 22 વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી કેમ લીધી નિવૃત્તિ? જાણો...

Sports : આર્યમાન બિરલાએ 22 વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી કેમ લીધી નિવૃત્તિ? જાણો શું છે કારણ

આર્યમાન બિરલા હવે RCBનો નવા માલિક બન્યો છે. તે ખેલાડી તરીકે પણ લીગનો ભાગ હતો. આર્યમાનનું ક્રિકેટ કરિયર 22 વર્ષની ઉંમરે સમાપ્ત થઈ ગયું છે.

RCBના નવો માલિક આર્યમાન બિરલા છે. તેને તાજેતરમાં જ 16,700 કરોડ રૂપિયાથી વધુમાં ફ્રેન્ચાઈઝી ખરીદી છે. RCBના માલિક બનતા પહેલા આર્યમાન લીગમાં ખેલાડી હતો. તેને મધ્યપ્રદેશ માટે સ્થાનિક ક્રિકેટ પણ રમી હતી.પરંતુ તેનું ક્રિકેટ કરિયર માત્ર 22 વર્ષની ઉંમરે સમાપ્ત થઈ ગયું છે. આર્યમાન 22 વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો હતો. પરંતુ તેને આ કેમ કર્યું? તેને એવી ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું જ્યારે ઘણા ખેલાડીઓના કરિયર શરૂ થાય છે.

તમે વિચારી રહ્યા હશો કે આર્યમાન બિરલાએ 22 વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી નિવૃત્તિ કેમ લીધી. તમને જણાવી દઈએ કે તેને માનસિક સ્વાસ્થ્યની ચિંતાઓને કારણે આ નિર્ણય લીધો હતો. આર્યમાન બિરલાએ 2019 માં ક્રિકેટ છોડી દીધું હતું. ક્રિકેટમાંથી તેમની નિવૃત્તિ માનસિક સ્વાસ્થ્યની ચિંતાઓને કારણે હતી. તે સમયે તેને કહ્યું હતું કે તે તેના માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માગે છે અને ક્રિકેટમાંથી અનિશ્ચિત સમય માટે વિરામ લઈ રહ્યા છે. પરંતુ આ વિરામ પછી તે ક્યારેય ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો નહીં અને ધીમે ધીમે તેનાથી દૂર થઈ ગયો.

IPL ટીમના માલિક બનતા પહેલા આર્યમાન બિરલા લીગમાં ખેલાડી હતો. IPL 2018 પહેલા તેને રાજસ્થાન રોયલ્સ દ્વારા 30 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. પરંતુ તેને ત્યાં એક પણ મેચ રમવાની તક મળી ન હતી.IPLમાં જોડાતા પહેલા તેને મધ્યપ્રદેશ માટે પોતાનું ડોમેસ્ટિક ડેબ્યૂ કરી લીધું હતું. તેને 2017 માં પોતાનું ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. આર્યમાન બિરલા પોતાની ફર્સ્ટ-ક્લાસ મેચ ઓડિશા સામે રમ્યો હતો. તેને 2018માં હૈદરાબાદ સામે લિસ્ટ A ડેબ્યૂ કર્યું હતું.

આર્યમાન બિરલા ફક્ત 2 વર્ષ માટે ઘરેલુ ક્રિકેટમાં એક્ટિવ હતો. આ સમયગાળા દરમિયાન તેઓ IPLમાં એક પણ મેચ રમી શક્યો ન હતો. ઘરેલુ ક્રિકેટમાં તેનું પ્રદર્શન પણ ખૂબ સારું ન હતું. આર્યમાન બિરલા મધ્યપ્રદેશ માટે ફક્ત 9 ફર્સ્ટ ક્લાસ અને 4 લિસ્ટ A મેચ રમ્યો હતો. તેના ફર્સ્ટ ક્લાસ કરિયરમાં તેને 1 સદી અને 1 અડધી સદી સાથે 27.60 ની એવરેજથી 414 રન બનાવ્યા હતા. લિસ્ટ A માં તેમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, જ્યાં તેને 12.00 ની એવરેજથી ફક્ત 36 રન બનાવ્યા હતા. હવે તેઓ IPLમાં RCB ના નવા ચેરમેનની ભૂમિકામાં જોવા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments